Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

એક પણ દિવ્યાંગ લાભાર્થી તેમને મળવાપાત્ર લાભથી વંચિત ન રહે તે માટે ટકોર કરતા સાંસદ પૂનમબેન માડમ

સંવેદનશીલ સરકારનું એક સંવેદનશીલ કદમ દિવ્યાંગોને સ્વાભિમાનથી જીવન વિતાવવા માટે જામનગરમાં મહાસાધન સહાય કેમ્પ યોજાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૧ : ભારત સરકારશ્રી દ્વારા જામનગર તથા જિલ્લાના દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને કૃત્રિમ અંગો/સાધનો પુરા પાડવા માટે દિવ્યાંગોને જરૂરીયાત મુજબ મળવાપાત્ર સાધન નક્કી કરવા માટે મોજણી (પ્રાથમિક ચકાસણી કેમ્પ)નું આયોજન તા.૯ના જી.જી. હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ હતુ. આ કેમ્પમાં જરૂરીયાતમંદ દિવ્યાંગો હાજર રહ્યાં હતા.આ અગાઉ જિલ્લામાં ધ્રોલ અને જોડીયા તાલુકાનો કેમ્પ તા. ૬ના લાલપુર અને જામજોધપુર તા.૭ના, જામનગર ગ્રામ્ય અને કાલાવડ તાલુકો તા. ૮ના તથા જામનગર શહેરનો તા. ૯ના રોજ યોજવામાં આવેલ હતો.

એક પણ દિવ્યાંગ લાભાર્થી તેમને મળવાપાત્ર લાભથી વંચીત ન રહે તે માટે ટકોર કરતા સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે દિવ્યંગોને વધુમાં વધુ સાધન સહાય, મળવાપાત્ર લાભો તેઓને મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સીધી દેખરેખ હેઠળ દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં અનેક કાર્યો કરવામાં અવેલ છે જે અંતર્ગત જામનગર સંસદીય ક્ષેત્રમાં પ્રથમ વખત દિવ્યાંગોના બધા પ્રશ્નોને આવરી લેતા દિવ્યાંગ મહા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત સામાજીક ન્યાય અને અધિકારીકતા વિભાગ દ્વારા દિવ્યાંગ જન સશકિત કરણ માટેના એક મહા કેમ્પનુ આયોજન આવતા દિવસોમાં થવાનુ છે જેના ભાગરૂપે આ દિવ્યાંગોની ચકાસણી જામનગર જિલ્લામાં થઈ રહેલ છે. જેમાં દિવ્યાંગોને મળવાપાત્ર સાધનો નક્કી થઈ જાય એટલે આવતા દિવસોમાં યોજાનાર મહા કેમ્પમાં તેમનુ વિતરણ કરવામાં આવનાર છે અત્યાર સુધીમાં જામનગર જિલ્લામાં કુલ અંદાજે ૩૩૪૫ લાભાર્થીઓને અંદાજીત ૧ કરોડ ૪૫ લાખની રકમના સાધનો મંજૂર કરવામાં આવનાર છે. ઙ્ગ

સાંસદ પૂનમબેન માડમે જી.જી. હોસ્પિટલ ખાતે યોજાયેલા દિવ્યાંગ કેમ્પમાં દિવ્યાંગો માટે બેસવાની, ચા-પાણી, નાસ્તા વગેરે વ્યવસ્થાની માહિતી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પાસેથી મેળવી તેઓને જરૂરી સુચનો કર્યા હતા અને કેમ્પમાં હાજર રહેલ દિવ્યાંગોની મુલાકાત લેતા તેઓને મુંજવતા પ્રશ્નોની જાણકારી મેળવી લગત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી તેનો ઉકેલ લાવવા જણાવેલ હતું.

(3:47 pm IST)