Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

અમે પ્રજાના પૈસા પ્રજાના વિકાસ માટે જ વાપરીશુ, એકપણ ભ્રષ્ટાચારી બચી નહી શકેઃ વિજયભાઇ રૂપાણી

સુરેન્દ્રનગરમાં લોકસભા ચૂંટણી અનુસંધાને કલસ્ટર સંમેલન યોજાયુ

વઢવાણ તા. ૧૧ : લોકસભા ૨૦૧૯ની ચૂંટણીને લઈને રાજયમાં ભાજપ દ્વારા જોરશોર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ભાજપ દ્વારા આયોજિત કરવામાં આવેલા કલસ્ટર સંમેલનમાં રાજયના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ સંબોંધન કર્યું હતું. જેમાં તેમણે કોંગ્રેંસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઈ મૂદ્દો ન હોવાથી તે ભ્રષ્ટાચાર કરી દેશને બરબાદ કરી રહી છે.

આ અંગે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું કે, ભાજપ સરકારે તેમને લોકોના કામ અને સેવા માટે મોકલ્યા છે, અને તે લોકોના કામ પૂર્ણ કરશે. ભાજપ ગરીબો સાથે ઉભી રહેનારી સરકાર છે. નોંધનીય છે કે, છેલ્લા એક વર્ષમાં ACBને કુલ ૭૩૦ ભ્રષ્ટાચારી અધિકારીઓને પકડ્યાં છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, અમે પ્રજાના પૈસા પ્રજાના વિકાસ માટે જ વાપરીશું.

વધુમાં કહ્યું કે, નાનો વેપારી પણ ૨૪ કલાક દુકાન ચાલુ રાખી શકશે. માત્ર રૂપિયા ૫૦૦ દંડ ભરી GEBના જૂના કેસોનું સમાધાન કરી શકશે. યુરિયાની કાળા બજારી બંધ થશે અને કોઈ પણ ભ્રષ્ટાચારી બચી નહી શકે.

સુરેન્દ્રનગરમાં યોજાયેલ આ સંમેલનમાં કચ્છ અને રાજકોટની બેઠકો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથે રાજયના ભાજપ પ્રભારી ઓમપ્રકાશ માથુર અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પણ હાજરી આપી હતી. ગુજરાત લોકસભા ના પ્રભારી ઓમ માથુર, ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ અને સુરેન્દ્રનગરના પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજ અને ભાજપના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ભાજપ ના કાર્યકરો જોડાયા. (૨૧.૨૦)

(3:46 pm IST)