Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

વિસાવદર પંથકમાં આપઘાતનો સીલસીલો, થોડા સમયમાં ત્રણ બાળકો સહિત ૯ના મોતથી અરેરાટી

જુનાગઢ, તા. ૧૧ : વિસાવદર પંથકમાં આપઘાતનો સીલસીલો યથાવત રહેતા ચિંતા વ્યાપી ગઇ છે. થોડા સમયમાં ત્રણ બાળકો સહિતના ૯ના મોતથી અરેરાટી પ્રસરી ગઇ છે.

જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં માનવ આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. એક મહિના અગાઉ વિસાવદરના પિયાવા ગામની બે પિતરાઇ બહેનોએ વાડીએ ઝેરી દવા ગટગટાવીને મોતની સોડ તાણી લીધી હતી.  આ પછી ગત તા. ૩ના રોજ વિસાવદર તાલુકાના જેતલવડ ગામની ગઢવી પરિણિતાએ ૪ સંતાનો સાથે કુવામાં મોતની છલાંગ લગાવી હતી. જેમાં મહિલા અને તેના ત્રણ સંતાનો મોતને ભેટયા હતા. જયારે એક પુત્રનો આબાદ બચાવ થયો હતો.  જેની ગમગીની હજુ યથાવત હતી ત્યાં વિસાવદર તાલુકાના પિયાવા ગામની અરૂણાબેન હરસુખભાઇ સાવલીયા (ઉ.વ.૩પ) નામની પટેલ પરિણિતાએ પ્રથમ ૪ વર્ષના પુત્ર લક્ષ અને ૮ વર્ષની પુત્રી રાશિને ઝેરી દવા પીવડાવી બન્યો . પોલીસે  દવા ગટગટાવી લેતા હોય મા-છોટુના સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયા હતાં. મૃત અરૂણાબેને ઘર કંકાસને લઇ બે સંતાનો સાથે આત્મહત્યા કરી લીધી હોવાનું બહાર આવેલ.

આમ વિસાવદરપપંથકમાં ૯ના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. આપઘાતના બનાવોને લઇ ચિંતા પ્રસરી છે. (૮.૮)

(3:45 pm IST)