Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ચોટીલા તાલુકામાં સરકારી જમીનના પ્રકરણમાં ગાંધીનગર એસીબી ટીમની તપાસઃ ગુન્હો દાખલ

વઢવાણ તા. ૧૧ :.. સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકામાં ર૦૦ કરોડની સરકારી જમીન પાણીના ભાવે વેંચી દેવાના પ્રકરણમાં  ગાંધીનગરથી એસીબી ટીમે તપાસ હાથ ધરી છે.

ચોટીલા તાલુકાના ગામની સરકારી ખરાબાની જમીન નોંધ નં. ૧૯૦૭ થી ૧૯૦૯ અને નોંધ નં. ૧૯૧૪ થી ૧૯૩૦ ની આ જમીનનો કેસ વિવાદમાં રહેલો હતો. વિવાદીત ફાઇલ પુર્તતા કરવા માટે જિલ્લા કલેકટરને ફાઇલ મોકલી આપેલ અને જિલ્લા કલેકટરે આ ફાઇલ રાજયના મહેસુલ વિભાગને મોકલેલ હતી.

ત્યારબાદ આ પ્રકરણની ગાંધીનગર એસીબીને તપાસ સોંપવામાં આવેલ છે.

આ જમીન પ્રકરણમાં સુપ્રિમ કોર્ટના કડક વલણ બાદ સુરેન્દ્રનગરના ત્રણ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ પ્રકરણમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે. રાજેશએ સરકારમાં ફરીયાદ કરતા સુરેન્દ્રનગર એસીબી દ્વારા આજરોજ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુન્હાની તપાસ રાજકોટ એસીબીના મદદનિશ નિયામક એચ.પી. દોશી અને ટીમ ચલાવી રહી છે.(૨-૧૫)

(1:00 pm IST)