Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ઉના નવા બંદર મરીન પોલીસ સ્ટેશનનો લેન્ડલાઇન ફોન લાંબા સમયથી બંધ

ઉના, તા. ૧૧: નવાબંદર મરીન પોલીસ સ્ટેશનને લેન્ડલાઇન ટેલીફોન ફોન ઘણા દિવસોથી બંધ રહેતા અરજદારોને પડતી મશ્કેલી વહેલીતકે ચાલુ કરવા લોક માંગણી ઉઠી છે.

નવાબંદર મરીન પોલીસ સ્ટેશનનો લેન્ડલાઇન ટેલીફોન જોડતા આઇટ ઓફ ઓર્ડરની સૂચના સાંભળવા મળે છે. નવાબંદર મરીન પોલીસ સ્ટેશન હેઠળ ઘણા ગામો દૂર દૂર સુધી આવેલ છે. લોકોને પોલીસની મદદ અથવા અન્ય કોઇ રજુઆત કરતી હોય તો છેક મરીન પોલીસ સ્ટેશન સુધી જવું પડે છે. બીએસએનએલ દ્વારા તુરંત ફોન લાઇન ચાલુ કરવા કાર્યવાહી કરવા લોકમાંગણી ઉઠી છે. (૮.૪)

 

(11:53 am IST)