Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

મોરબીમાં નવા બનતા બિલ્ડીંગનો ડેલો પડતાં ત્રણ વર્ષની બાળા વિદ્યાનું મોત

રાજકોટ તા. ૧૧: મોરબીમાં નવા બની રહેલા બિલ્ડીંગની સાઇટ પર રહી મજૂરી અને પગીપણું કરતાં દંપતિની ત્રણ વર્ષની દિકરી પર લોખંડનો ડેલો પડતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

મોરબીમાં કેનાલ રોડ પર નવા બની રહેલા સિયારામ હાઇટ્સ નામના એપાર્ટમેન્ટની સાઇટ પર રહી ત્યાં મજૂરી અને પગીપણું કરતાં મહિસાગરના વિષ્ણુ ઠાકોરની દિકરી વિદ્યા (ઉ.વ.૩) ગઇકાલે એપાર્ટમેન્ટના લોખંડના ગેઇટ પાસે રમતી હતી ત્યારે અકસ્માતે ગેઇટ માથે પડતાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ મોત નિપજતાં મજૂર દંપતિમાં શોક છવાઇ ગયો હતો. યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ હરદેવસિંહ અને કોન્સ. ભગીરથસિંહે જરૂરી કાર્યવાહી કરી મોરબી પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

 

(11:53 am IST)
  • મહેસાણા :પક્ષ પલટો કરનાર આશા પટેલ વિરુદ્ધ જનઆક્રોશ સભા :ઊંઝા પાલિકા ઉપપ્રમુખ ભવલેશ પટેલ દ્વારા કરાઈ જાહેરાત :ઊંઝાના પૂર્વ spg પ્રમુખ રહી ચૂક્યા છે ભવલેશ પટેલ :આશાબેન પટેલ વિરુદ્ધ કરવામાં આવશે જન આક્રોશ સભા - ભવલેશ પટેલ access_time 9:30 pm IST

  • બેંગ્લોરમાં રાત્રે ૮.૩૦ સુધીમાં સવા બે ઇંચ વરસાદ પડ્યો :૨૦૧૯ ના વર્ષના વરસાદની અભૂતપૂર્વ રમઝટ સાથે શરૂઆત. :છેલ્લા ૧૦ વર્ષમાં બેંગ્લોરમાં પડેલો આ સૌથી ભારે વરસાદ છે. access_time 10:58 pm IST

  • મહુવા સરાજાહેર લૂંટની ઘટના, કુબેરબાગ વિસ્તારમાં બનાવ, અંદાજે ૫.૫૦ લાખની લૂંટ, મહુવા શહેરભરમાં નાકાબંધી access_time 11:58 pm IST