Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

કચ્છના અંજારમાં હરિયાણાના ગેંગસ્ટરો અને પોલીસ વચ્ચે ફાયરીંગ - આદિપુર બેંકની વેનના ૩૪ લાખ લૂંટનાર ઝડપાયા

ભુજ તા. ૧૧ : ઔદ્યોગિક વિકાસને પગલે કચ્છમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. ગત ઓકટોબરમાં આદિપુરમાં એકસીસ બેંકના ૩૪ લાખ રૂપિયા એટીએમમાં જમા કરાવવા આવેલી વેન ઉપર ફાયરિંગ કરીને ૩૪ લાખ રૂ.ની લૂંટ ની ઘટના બની હતી. આ લૂંટની ઘટનાના આરોપીઓને ઝડપવા પૂર્વ કચ્છ પોલીસે હાથ ધરેલ કાર્યવાહી દરમ્યાન આ લૂંટ આચરનાર ગેંગ વિશે માહિતી મળતા લૂંટારૂ ગેંગને ઝડપવા જાળ બિછાવાઈ હતી.ઙ્ગ

પોલીસે દરવાજો ખખડાવ્યો  અને થયું ફાયરિંગ

આદિપુરમાં એટીએમની બેંક વેનને લૂંટનાર હરિયાણાના કુખ્યાત ગેંગસ્ટરોની ગેંગ હોવાનું અને આ ગેંગ અંજારમાં છુપાઈ હોવાની પૂર્વ કચ્છ એસ.પી. પરીક્ષિતા રાઠોડ અને એસ.ઓ.જી પીઆઇ જે.પી. જાડેજાને માહિતી મળી. એટલે એસઓજી પીઆઇ જે.પી. જાડેજાએઙ્ગ પૂર્વ કચ્છ એલસીબીના પીએસઆઈ શ્રી રાણા તેમ જ ૨૫ જેટલા પોલીસ જવાનો સાથે હથિયાર થી સજ્જ થઈને અંજારના હરિઓમ નગર સોસાયટીના મકાન નંબર ૪૧૫ ને ઘેરી લીધું. જોકે, બહાર થી બંધ એવા આ મકાનનો દરવાજો પોલીસે ખખડાવ્યો હતો શરૂઆતમાં કોઈ પ્રતિસાદ ન મળ્યો પણ તે દરમ્યાન જ દરવાજો ખુલ્યો અને સીધુ જ પોલીસ ઉપર ફાયરિંગ થયું. દરમ્યાન પોલીસ બુલેટ પ્રુફ જેકેટ સાથે સતર્ક હોઈ તરત જ વળતો જવાબ ફાયરિંગ કરીને આપ્યો. એ વચ્ચે મકાન માં છુપાયેલા ૩ શખ્સો પાછળના દરવાજે થી નાઠા એટલે પોલીસે પીછો કરી તેમની ઉપર ગોળીનો બીજો રાઉન્ડ ફાયર કર્યો.

આ દોડધામમાં પોલીસે બે ગેંગસ્ટર ધર્મેન્દ્રઙ્ગ ચાંદરામ જાટ (ગઢવાલ, હરિયાણા) અને રાહુલ મુલ્કરાજ વીજ (બૈશી, રોહતક, હરિયાણા) ને ઝડપી પાડ્યા. જયારે એક ગેંગસ્ટર રવિન્દ્ર દયાનંદ જાટ (બૈશી, રોહતક) નાસી છૂટવામાં સફળ રહ્યો. ઝડપાયેલા બન્ને ગુનેગારો ૨૦ થી ૨૨ વર્ષના જ છે. આ ગેંગનો ચોથો આરોપી રવિન્દ્ર ઉર્ફે રીંકુ ધાનક છે. જે ફરાર છે. પોલીસના જણાવ્યા પ્રમાણે રીંકુ ઘણા સમય થી અંજાર માં રહેતો હતો અને તેની બાતમીના આધારે જ હરિયાણાની આ ગેંગે લૂંટ ચલાવી હતી.

પીઆઇ જે. પી. જાડેજા  શું કહે છે ?

આદિપુર માં ફાયરિંગ કરીને ૩૪ લાખ રૂ.ની દિલધડક લૂંટના બનાવે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર સર્જી હતી. આ ગુનાનો ભેદ ઉકેલીને કુલ ચાર પૈકી બે ગુનેગારોને ઝડપવામાં સફળ રહેલા પીઆઇ જે. પી. જાડેજાએ 'અકિલા' સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હરિયાણાના આ ગેંગસ્ટરો ગુરગાંવ અને હરિયાણાના અન્ય શહેરોમાં લૂંટના ગુનાઓ કરી ચુકયા છે.ઙ્ગ આ ગેંગસ્ટરો બંદૂક અને ઘાતક હથિયારો સાથે હુમલો કરી ગુનાઓ આચરે છે. ક્રૂર અને હિંસક સ્વભાવ ધરાવતી હરિયાણાના આ ગેંગસ્ટરોની ગેંગે કચ્છમાં લૂંટ ચલાવીને બીજા વધુ ગંભીર ગુનાઓ આચરે તે પહેલાં જ તેઓ ગુજરાત પોલીસના હાથમાં ઝડપાઇ ગયા છે. ઝડપાયેલા બે ગુનેગારો પૈકી પોલીસને રાહુલ વીજ પાસેથી એક દેશી કટ્ટો, ચાર કારતુસ ભરેલી રિવોલ્વર અને બે ખાલી કારતુસ મળી આવ્યા છે. આ ઓપરેશન દરમિયાન ગુનેગારો દ્વારા પોલીસ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું સામે પક્ષે પોલીસે પણ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. લૂંટના ચાર આરોપીઓ પૈકી પોલીસ ઉપર ફાયરિંગ કરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ઘ પોલીસે આર્મ્સ એકટ અને હુમલાનો ગુનો નોંધ્યો છે. જયારે નાસી છૂટેલા એક આરોપી રવિન્દ્ર જાટ અને ફરાર એવા ચોથા આરોપી રીંકુ ધાનકને પકડવા કવાયત હાથ ધરી છે.

 

(11:50 am IST)
  • મહેસાણા :પક્ષ પલટો કરનાર આશા પટેલ વિરુદ્ધ જનઆક્રોશ સભા :ઊંઝા પાલિકા ઉપપ્રમુખ ભવલેશ પટેલ દ્વારા કરાઈ જાહેરાત :ઊંઝાના પૂર્વ spg પ્રમુખ રહી ચૂક્યા છે ભવલેશ પટેલ :આશાબેન પટેલ વિરુદ્ધ કરવામાં આવશે જન આક્રોશ સભા - ભવલેશ પટેલ access_time 9:30 pm IST

  • પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ફરી ઉલ્લંઘન : કાશ્મીરના આરએસ પુરા સેકટરમાં એલઓસી પર પાકિસ્તાને ફરીથી ફાયરીંગ શરૂ કર્યુ છે access_time 3:39 pm IST

  • ભાવનગર:મહુવા પંથકમાં દીપડાનો આતંક: એક જ દિવસમાં દીપડા દ્વારા બે હુમલા :માનવ પર હુમલો કર્યાના બે બનાવ :માલપરાની ઘટના બાદ લીલવણ ગામે હુમલો : ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા access_time 9:31 pm IST