Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે

ભૂજમાં યોજાયેલ કોન્ફરન્સમાં ભાવનગર કોલેજની વિદ્યાર્થીની ભાગ લેશે

ભાવનગર તા.૧૧ : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. સંલગ્ન અને સહજાનંદ એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત નંદકુંવરબા મહિલા આર્ટસ કોલેજની અંગ્રેજી વિષયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ર દિવસીય કાંતીગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિ. ભૂજ ખાતે યોજાનાર ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લેવા ગયેલ છે.

ભાષા અને સાહિત્યના સંબંધ વિષય ઉપર યોજાયેલા આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં દેશ વિદેશના તજજ્ઞો ખાસ ઉપસ્થિત રહેશે. જેમાં યુનિ. ઓફ સાઉથ આફ્રિકા, યુનિ. ઓફ ફીલીપાઇન્સ, યુનિ. ઓફ જર્મની અને ભારતની વિવિધ યુનિ.ના તજજ્ઞો આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે.

આ કોન્ફરન્સમાં સમગ્ર ગુજરાતમાંથી ભાવનગર યુનિ. સંલગ્ન નંદકુંવરબા મહિલા આર્ટસ કોલેજની અંગ્રેજી વિષયમાં અભ્યાસ કરતી ૧૦ વિદ્યાર્થીનીઓ ભાગ લેશે.

ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લઇને પોતાનુ સંશોધન પેપર રજૂ કરવા બદલ આ વિદ્યાર્થીનીઓને કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ અને ડાયરેકટર શ્રી રવિન્દ્રસિંહ સરવૈયાએ અભિનંદન પાઠવ્યા હતા.(૪૫.૮)

(11:49 am IST)
  • પ્રિયંકાની સક્રિય રાજકારણ બાદ સોશ્યલ મીડીયામાં પણ એન્ટ્રીઃ ટવી્ટર ઉપર સક્રિય થયા : priyankagandhi થી ટવી્ટર હેન્ડલ શરૂ કર્યું access_time 3:30 pm IST

  • કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું પોરબંદર લોકસભા બેઠકથી લડવા મુદ્દે નિવેદન :પક્ષ જેની પસંદગી કરશે તેને ચૂંટણીમાં વિજયી બનાવીશું : રાદડિયા પરિવારના સભ્યને ચૂંટણી લડાવવાની ચર્ચા : જયેશ રાદડિયા કે તેમના ભાઇ લલિત રાદડિયાને ભાજપ ઉતારી શકે છે મેદાનમાં access_time 12:28 am IST

  • અમદાવાદ: મહેસાણા જિલ્લામાં હાર્દિકને પ્રવેશવા માટેની પરવાનગીનો મામલો : હાર્દિકને જિલ્લામાં પ્રવેશવું જોઈએ કે નહીં તે માટે જવાબ રજૂ કરવા હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો : જવાબ રજુ કરવા સમય માંગતા સુનાવણી ટળી access_time 12:24 am IST