Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

તળાજાના ઉંચડી ગામનું તળાવ વિદેશીપક્ષીઓનું રહેઠાણ

સાઉદી અરેબિયાના હજારો પક્ષીઓ ને ઉડતા, પાણીમાં નહતાં જોવા લોકો ઉમટી રહ્યા છે

ભાવનગર, તા.૧૧: તળાજા પંથકમાં ફરવા લાયક કુદરતી સૌંદર્યવાળા અનેક સ્થળો છે. એ ઉપરાંત તળાજા વિસ્તારમાં સાવજ અને દીપડાના પણ આંટાફેરા વધી રહ્યા છે. તો ગોપનાથ જતા રસ્તામાં આવતા ઉંચડી ગામના રસ્તા પરના તળાવમાં આ વખતે હજારો પક્ષીઓ આવ્યા છે.

તળાજા વનવિભાગના વાઘેલાના જણાવ્યા પ્રમાણે સાઉદી અરેબિયા તરફના આ પક્ષીઓ છે. જેને આપણે બતક, ઢેક બગલા, પેન, ચમચો તરીકે ઓળખીએ છીએ. અહીંના વિશાલ તળાવમાં મોટી સંખ્યામાં પક્ષીઓનો અવાજ સાંભળવો અને પાણી પર રમતા કે ઉડતા જોવા એક લ્હાવો આ વિસ્તારના લોકો માટે બની ગયો છે.

અહીં મોટી સંખ્યાંમાં વિદેશી પક્ષીઓએ રહેઠાણ બનાવ્યાની વાતને લઈ શાળાના બાળકોથી લઈ અનેક પ્રવાસીઓ ખાસ પક્ષીઓને નિહાળવા આવી રહ્યા છે. જેને લઈ નાનકડું ઉંચડી ગામ પક્ષીઓના કારણે પ્રવાસીઓ માટેનું સ્થળ બની ગયુ છે. સાથે અહી પુરાતન હનુમાનજી મહારાજનું મંદિર હોય પ્રવાસીઓને દેવ દર્શન થઈ જાય છે.(૨૩.પ)

 

(11:48 am IST)