Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

પીપરલાનો ફરારી આરોપી ઝડપાયો

ભાવનગરઃ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર ૧૨૮/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬,૩૬૬(ક), ૩૬૮, ૩૭૦, ૩૭૦(એ), ૩૭૨, ૩૭૩, ૩૭૬(ડી)(એ), ૩૭૬(આઇ), ૩૨૩, ૧૧૪ પોકસો એકટ કલમ ૬,૧૦,૧૭,૧૮, તેમજ ધ ઇમોરલ ટ્રાફીક (પ્રીવેન્શન) એકટ ૧૯૫૬ની કલમ ૩,૪,૫,૬ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી પ્રવિણભાઇ ઉર્ફે દવેભાઇ બાલાશંકરભાઇ બારૈયા રહેવાસી ગામ-પીપરલા તા.તળાજા ઘોઘારોડ મંત્રેશ કોમ્પ્લેક્ષ પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી. પરમારની સુચનાથી એ.એસ.આઇ. જી.પી.જાની તથા પોલીસ કોન્સ. યોગીનભાઇધાંધલ્યા તથા બાવકુદાન ગઢવી તથા શરદભાઇ ભટ્ટ જોડાયા હતા.

(11:47 am IST)