Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

જસદણમાં ક્રિકેટના સટ્ટાપર રૂરલ એલસીબીનો દરોડો : ખલીલ પકડાયો

રાજકોટ, તા. ૧૧ : જસદણમાં ક્રિકેટના સટ્ટા પર રૂરલ એલસીબીએ દરોડો પાડી એક શખ્સને ઝડપી લીધો હતો.

જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા એ દારૂ જુગારની બદી નાબુદ કરવા આપેલ સુચના મુજબ એલસીબીના ઇન્ચાર્જ જે. એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ પ્રભાતભાઇ બાલસરા, એચસી કરશનભાઇ કલોતરા, પીસી મયુરસિંહ જાડેજા, એચસી મહિપાલસિૈહ જાડેજા, પીસી હિતેશભમાઇ અગ્રાવત, પીસી રહીશભાઇ દલ તથા મેરૂભાઇ રબારીએ મળેલ બાતમી આધારે જસદણ ટાઉનમાં રહેણાંકમાં ભારત ન્યુઝીલેન્ડ મેચ પર ક્રિકેટ સટ્ટો રમાડતા આરોપી ખલીલ સલેભાઇ કથીરીને મોબાઇલ ફોન ૯, ટેબલેટ નંગ-૧ તેમજ રોકડા ૭પ૦૦ મળી કુલ ૧૭૬૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી જસદણ પોલીસના હવાલે કરેલ છે.

(11:46 am IST)