Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

પોરબંદરના ચોરાઉ હોન્ડા સાથે મેર શખ્સ પકડાયો

ખંભાળીયા  તા ૧૧ : પોરબંદર જિલ્લાના કિર્તિમંદિર પોલીસ સ્ટેશન ફ. ગુ.ર.નં. ૩૪/૨૦૧૮  ઇ.પી.કો.ક. ૩૭૯  મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ વાહન હીરો સ્પલેન્ડર પ્લસ કાળા કલરનું એક ઇસમ રાવલથી ખંભાળીયા તરફ આવવા નીકળેલ છે. તેવી હકીકત  આધારે એલ.સી.બી.  ટીમ  ખંભાળીયા ગંગાજમના  હોટલ પોરબંદર-ભાણવડ તરફ જવાના રોડ ઉપર વોચ કરી વાહન ચેકીંગ દરમ્યાન આરોપી આવડાભાઇ કારાભાઇ મોઢવાડીયા, મેર  ઉ.વ. ૩૧ ધઁધો ડ્રાઇવીંગ રહે. ચંન્દ્રાવાડા ગામ, તા. કલ્યાણપુર વાળાને હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ સાથે મળી આવતા તેની  પાસે વાહનના કાગળો ન હોવાથી પુછપરછ અને એન્જીન નં. HA10EWHHA00052 ઉ૫ર થી મોબાઇલ  એપ્લીકેશન ઉપર ખરાઇ કરતા આ મોટર સાયકલના માલીક રામભાઇ આરશીભાઇ કારાવદારા રહે. પોરબંદર ખરાઇ કરતા  પોરબંદર જયુબીલી પુલ પાસેથી ગઇ તા. ૩/૯/૨૦૧૮ ના ચોરી કરેલાની વિગત મળતા આ વાહન કિ. રૂા ૩૮૦૦૦/- કબજે કરી આરોપીની  હેડ કોન્સ. અરજણભાઇ એ. ચંન્દ્રાવાડીયાએ ધરપકડ  કરી પોરબંદર  જિલ્લાના  કીર્તીમંદીર પોલીસ સ્ટેશન  ખાતે સોંપી આપવા ખંભાળીયા પોલીસ સ્ટેશન થી કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કાર્યવાહી  એલ.સી.બી. ના  ઇન્ચાર્જ પીઆઇ વી.એમ.ઝાલાની સુચના મુજબ એએસઆઇ  ભરતસિંહ જાડેજા, હબીબભાઇ મલેક, અરવીદભાઇ નકુમ, એચ.સી.  અરજણભાઇ ચંન્દ્રાવાડીયા, દેવશીભાઇ ગોજીત્રા, અરજણભાઇ  મારૂ, મસરીભાઇ ભારવાડીયા, જેસલસિંહ   જાડોજા, વિપુલભાઇ ડાંગર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઇ કેસરીયા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, નરશીભાઇ  સોનગરા, પીસી. પૃથ્વીરાજસિંહ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, વિશુભા જાડેજા દ્વારા કરવામાં આવેલ છે. (૩.૪)

(11:45 am IST)
  • મહેસાણા : દૂધસાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યો :સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયા :૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયો :ભાવ વધારો આજથી લાગુ થશે access_time 12:25 am IST

  • બેંગ્લોરમાં રાત્રે ૮.૩૦ સુધીમાં સવા બે ઇંચ વરસાદ પડ્યો :૨૦૧૯ ના વર્ષના વરસાદની અભૂતપૂર્વ રમઝટ સાથે શરૂઆત. :છેલ્લા ૧૦ વર્ષમાં બેંગ્લોરમાં પડેલો આ સૌથી ભારે વરસાદ છે. access_time 10:58 pm IST

  • ચંદ્રબાબુ નાયડુના ઉપવાસ પૂર્ણ :પૂર્વ પીએમ દેવગૌડાએ કરાવ્યા પારણા :વિપક્ષી નેતાઓ થયા એકજુથ :ચંદ્રાબાબુ નાયડુએ રાત્રે 8,20 કલાકે પોતાના એક દિવસના ઉપવાસ ખત્મ કર્યા હતા access_time 1:07 am IST