Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

પડવલામાં ગુમ બાળકીને શોધી પરિવાર સાથે મિલન કરાવતી શાપર પોલીસ

રાજકોટઃ પડવલા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં એન્ટીક પંપ કારખાનાની ઓરડીમાં રહેતા વિરેન્દ્ર અંગત ભારદ્વાજ (ઉ.વ.૨૯)(રહે. પડવલા જી.આઇ.ડી.સી. મુળ મધમખીયા થાના-કમસેઠી, જી. વારાણસી (યુ.પી.) ની દીકરી કાજલ (ઉ.વ.અઢી વર્ષ) ગઇકાલે પોતાના ઘર પાસે રમતી રમતી નીકળી ગઇ હતી. જે બાબતે તેઓના માતા-પિતાએ શાપર (વેરાવળ પોલીસ મથકમાં જાણ કરતા મ્હે. પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી તથા ના.પો. અધિ. શ્રી એચ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ એમ.આર. ગોંડલીયા પો.સબ. ઇન્સ. શાપર (વેરાવળ પોલીસ તથા એસ.ઓ.જી.ના પીએસઆઇ) વી.એ.મ લગારીયા તથા શાપર (વેરાવળ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી પડવલા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં તપાસ કરતા આ કામે ગુમ થનાર કાજલ વિરેન્દ્ર ભારદ્વાજ (ઉ.વ.અઢી) વાળી પડવલા જી.ઇ.બી. સબ સ્ટેશન પાસેથી મળી આવતા તેના માતા-પિતાને સોંપી હતી.(૧.૮)

(11:43 am IST)