Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

જસદણના ૮૧ વર્ષીય નિવૃત શિક્ષકે નાસિકમાં ઇતિહાસ રચ્યોઃ ઉંચી કુદમાં ગોલ્ડ મેડલ જીતી નિવૃતિ જાહેર કરી

જસદણ તા. ૧૧ : જસદણમાં ૧૭ વર્ષની વયેથી વિવિધ રમત-ગમતમાં ભાગ લેનારા નિવૃત શિક્ષક બાબુભાઇ સરધારા (ઉ.૮૧) એ તાજેતરમાં નાસીક મીનાતાઇ સ્ટેડીયમ ખાતે એક બે નહી પરંતુ ચાર હજાર જેટલાં સીનીયર સીટીઝનોની ઉંચી કૂદમાં ગોલ્ડ મેડલ મેળવી. તેમની સફળતાની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરી જસદણના ઇતિહાસમાં એક વધુ ઇતિહાસ રચ્યો છે.

નિવૃત જીવન ગાળતાં બાબુભાઇ સરધારા (મો. ૯૮ર૪૮ ૮૬ર૮૮) એ તાજેતરમાં ઉંચી કુદમાં ગોલ્ડ મેડલ મેળવી. જસદણનું નામ તો રોશન કર્યુ જ છે. દેશ-વિદેશના ગુજરાતીઓ પણ પોતાના શર્ટનો કોલર ઉંચો રાખી શકે એવા ઇનામો મેડલો, ખિતાબો, સર્ટીફીકેટનાં ઢગલાઓથી તેમના નિવાસ સ્થાનના બે કબાટો છલોછલ ભરેલ છે. બાબુભાઇએ રમત ગમત ક્ષેત્રે ફકત દેશમાંથી જ નહી પરંતુ થાઇલેન્ડ, મલેશીયા, સ્પેન, શ્રીલંકા જેવા અનેક દેશોમાંથી ઇનામોની વણઝાર મેળવી આજે પણ ૮૧ વર્ષીની વયે સ્વસ્થભર્યુ જીવન જીવે છે.

નિવૃત શિક્ષક બાબુભાઇ બેચરભાઇ સરધારાનો જન્મ ૧૯૩૮ માં થયો હતો. વિદ્યાર્થી અવસ્થાથી જ વાંચન અને રમત ગમત ક્ષેત્રે ભારે શોખ હતો. અને આ બંને શોખમાં સખ્ત મહેનત એવી કરી કે ૮૧ વર્ષની ઉંમરે પણ શોખ જાળવી જસદણનું નામ ગૌરવભેર રોશન કર્યુ તેઓએ ઇસ્વીન ૧૯પ૩ માં ભાવનગર રાજયમાં ફકત ૧૭ વર્ષની વયે હાઇ જમ્પ, વાંસકુદ ઉંચીકુદમાં પ્રથમ. ગોલ્ડ મેડલ તે સમયના ગર્વનર હસ્તે મેળવી અને ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજી ના આર્શીવાદ સાથે મેડલ મેળવી ત્યારબાદના વર્ષોમાં મુંબઇ, પંચમઢી, મદ્રાસ, ઇમ્ફાલ, પોંડેચરી બેંગ્લોર, ભોપાલ કોઇમ્તુર, મૈસુર જેવા દેશના અનેક શહેરોમાં ૧૯૧૯ સુધી યોજાયેલી રમતોમાં અનેકાએક ગોલ્ડ, બ્રોન્જ મેડલો મેળવી. જસદણ તથા દેશ-પરદેશનાં ગુજરાતીઓનું ગૌરવ વધાર્યુ છે. બાબુભાઇ સરધારાનો અભ્યાસ એમ એ બીએઙ, એલએલ.બી. એન. એફ. સી., ડી. પી. એઙની ડીગ્રી ધરાવે છે.

રમત ગમતની સાથોસાથ અભ્યાસક્રમમાં પણ સારૂ વર્ચસ્વ ધરાવતાં બાબુભાઇ સરધારા કહે છે કે રમત-ગમત માટે પ્રથમ નિવ્યસની હોવું જરૂરી છે. સથે ધગશ સાથે શરીર સ્વસ્થ રાખવા માટે કસરત ખોરાક પ્રત્યે દરરોજ ધ્યાન આપવું જોઇએ.

બાબુભાઇએ વધુમાં જણાવ્યું કે નાસીકની આ જવલંત સિધ્ધી બાદ હવે મેં રમત ગમત ક્ષેત્રે  નિવૃતિ લીધી છે. આ બાબતે તેઓ કહે છે કે રમત ગમતના આ ક્ષેત્રથી ઘણાં વર્ષો આનંદ મેળવ્યો હવે થોડો થાક લાગે છે.

ટાંચા સાધનોથી તેઓની પ્રતિભા નીખરી હતી. હવે યુવા પેઢીમાં પણ રમત ગમત ક્ષેત્રે ખેલાડીઓ છે. અને આવશે પણ તેમના માટે કોઇપણ મેદાન અને સાધનો અહીં નથી. આથી જસદણના ખેલાડીઓ મજબુર બની જાય છે. ત્યારે જસદણના નેતાઓ અને સરકારી તંત્રને બે હાથ જોડી વિનંતી કરી હતી કે જસદણને એક મેદાન અને રમત ગમતના સાધનો આપો. (પ-ર૦)

 

(11:43 am IST)
  • નમસ્કાર હું પ્રિયંકા ગાંધી વાડ્રા ,આપને મળવા લખનૌ આવી રહી છું :આપણે બધા મળીને નવી રાજનીતિની શરૂઆત કરશું : લખનૌમાં રોડ શો પહેલા પ્રિયંકા ગાંધીએ ઓડિયો મેસેજ મોકલ્યો :લખનૌમાં લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા પ્રિયંકા ગાંધી સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના આગેવાનો જોડાશે :પ્રિયંકાએ 30 સેકન્ડમાં ઓડીઓ મેસેજમાં નવા ભવિષ્ય અને નવી રાજનીતિના નિર્માણનું આહવાન કર્યું :કોંગ્રેસ સાથે જોડાવવા અપીલ કરી access_time 1:24 am IST

  • મહેસાણા :પક્ષ પલટો કરનાર આશા પટેલ વિરુદ્ધ જનઆક્રોશ સભા :ઊંઝા પાલિકા ઉપપ્રમુખ ભવલેશ પટેલ દ્વારા કરાઈ જાહેરાત :ઊંઝાના પૂર્વ spg પ્રમુખ રહી ચૂક્યા છે ભવલેશ પટેલ :આશાબેન પટેલ વિરુદ્ધ કરવામાં આવશે જન આક્રોશ સભા - ભવલેશ પટેલ access_time 9:30 pm IST

  • મહેસાણા : દૂધસાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યો :સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયા :૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયો :ભાવ વધારો આજથી લાગુ થશે access_time 12:25 am IST