Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

વેરાવળ તાલુકાનો સેવા સતું કાર્યક્રમ કાજલીમાં યોજાયોઃ પ્રશ્નોનો નિકાલ

પ્રભાસપાટણ તા.૧૧: વેરાવળ તાલુકાનો કાજલી પ્રા.શાળા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોના ૨૧૫૭ વ્યકિતલક્ષી પ્રશ્નોનો નિકાલ કરાયો હતો ત્રણ તબક્કામાં વેરાવળ તાલુકામાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૮૭૪૫૦ અરજીઓનો નિકાલ કરાયો હતો. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થી વાલીબેન (બાદલપરા), મોતીબેન બારડ (બાદલપરા) પ્રવિણાબેન મેઘનાથી (આજોઠા), ભાવનાબેન મેઘનાથી (આજોઠા), જશુબેન ડોડિયા(સોનારીયા) અને પ્રજ્ઞાબેન ડોડીયા (ઇન્દ્રોય) ને ગેસકીટ આપેલ.

બીજ નિગમના ચેરમેન રાજસીભાઇ જોટવાએ જણાવેલ કે ત્રણ તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામ્ય વિસ્તારના ૧૪ અને શહેરી વિસ્તારના ૧૧ કુલ રપ સેવાસેતુ કાર્યક્રમ થકી ૮૭૪૫૦ વ્યકિતલક્ષી અરજીઓનો નિકાલ કરવામાં આવેલ. આ તકે મામલતદર દેવકુમાર આંબલીયાએ જણાવેલ કે કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચે એ માટે રાજ્ય સરકારે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ આદ્રી ખાતે અને અંતિમ સેવાસેતુ કાર્યક્રમ કાજલી ખાતે યોજવામાં આવેલ.

આ સેવાસેતુ કાર્યક્રમમાં કાજલી, સોનારીયા,મીઠાપુર, ભાલપરા, ગોવિંદપરા, નાવદ્રા, ઇન્દ્રોય સહિત સાત ગામોનાં અરજદારોનાં વ્યકિતલક્ષી પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરાયો હતો. સરકારની રર વિભાગોની ૪૪ જેટલી સેવાઓ પેૈકી રેશનકાર્ડમાં સુધારો-વધારો, આધારકાર્ડ નોંધણી, આરોગ્ય વિષયક અને પશુપાલન વિષયક સેવાનો અરજદારોએ લાભ લીધો હતો.

આ તકે તા. વિકાસ અધિકારી ટી.બી. ઠક્કર, નાવદ્રા સરપંચ કાળુભાઇ મેર, અગ્રણી વિજયભાઇ પરમાર, અબ્દુલભાઇ સુમરા, બીજલભાઇ પરમાર, સહિત મોટી સંખ્યામાં અરજદારો હાજર રહેલ. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિ.પં.ના સદસ્ય માનસિંહ પરમારે કરેલ. સંચાલન સંજય રાઉએ આભાર વિધિ તલાટીમંત્રી પંડયાએ કરેલ.

આ તકે કાજલી ગામનાં ઇસાભાઇ સુમરાને મા અમૃત કાર્ડથી ૩ લાખ જેટલો ખર્ચાથી ૩૦ જાન્યુઆરીનાં પૈસાનાં ખર્ચા વગર સર્જરી થયેલ.(૧.૧)

(9:32 am IST)