Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

વિસાવદરના પિયાવા ગામે બે બાળકો સામે માતાઅે ઝરી દવા પીધી : પુત્રનું મોત : પુત્રી માતા સારવાર હેઠળ

વિસાવદર : વિસાવદરના પિયાવા ગામે સામૂહિક આપઘાતની ઘટના બની છે. એક માતાએ બે બાળકો સાથે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. માતાએ બંને સંતાનોને ઝેરી દવા પીવડાવીને પોતે પણ મોત વ્હાલુ કર્યું હતું.

કોઈ અગમ્ય કારણોસર અરુણબેન હરસુખભાઈ સાવલીયા નામની 35 વર્ષની મહિલાએ પોતાના બંને સંતાનો સાથે આત્મહત્યા કરી હતી. જેમાં 4 વર્ષનો દીકરો લક્ષકુમાર સાવલીયાનું મોત નિપજ્યું છે. જ્યારે કે, માતા અને 5 વર્ષની દીકરી રાશિને સારવાર માટે જુનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. જોકે, મહિલાએ કયા કારણોસર આ પગલુ લીધું તે હજી સામે આવ્યું નથી.

(4:10 pm IST)
  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST

  • રાજકોટ : સિટીબસ,BRTS બસના ડ્રાઈવર અને કંડકટર સામે RMCની લાલઆંખ :વિજિલન્સ દ્વારા 22 બસમાં કર્યું સરપ્રાઈઝ ચેકીંગ :ટિકિટ નહીં આપનારા 5 કંડકટરને કાયમી સસ્પેન્ડ કરાયા:મોડી ટિકિટ આપનાર 5 કંડકટરને 7 દિવસ માટે અને 11 કંડકટરોને 10 દિવસ માટે કર્યા સસ્પેન્ડ access_time 12:24 am IST

  • બગસરા નગરપાલિકામાં ભાજપના પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો:પાલિકા પ્રમુખપદે રસિલાબેન પાથર ચૂંટાઈ આવ્યા access_time 9:19 pm IST