Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

અપહરણ અને ગેંગ રેપના ગુન્હામાં વોન્ટેડ આરોપી પ્રવીણ ઉર્ફે દવેને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર :ભાવનગર એસઓજી પોલીસે અપહરણ અને બળાત્કારના ગુન્હામાં વોન્ટેડ આરોપી પ્રવીણ ઉર્ફે દવે ને ઝડપી લીધો છે                          

તાજેતરમાં ગૃહ વિભાગ, ગાંધીનગર ગુજરાત રાજય દ્રારા રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને ભાવનગર જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલ એ  ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી. પરમાર ની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા

  દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવી તથા પોલીસ કોન્સ. શરદભાઇ ભટ્ટ ને મળેલ બાતમીના  આધારે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર ૧૨૮/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬,૩૬૬(ક), ૩૬૮, ૩૭૦, ૩૭૦(એ), ૩૭૨, ૩૭૩, ૩૭૬(ડી)(એ), ૩૭૬(આઇ), ૩૨૩,૧૧૪ પોકસો એકટ કલમ ૬,૧૦,૧૭,૧૮, તેમજ ધ ઇમોરલ ટ્રાફીક (પ્રીવેન્શન) એકટ ૧૯૫૬ની કલમ ૩,૪,૫,૬  મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો *આરોપી પ્રવિણભાઇ ઉર્ફે દવેભાઇ બાલાશંકરભાઇ બારૈયા ( રહેવાસી ગામ-પીપરલા તા.તળાજા જી.ભાવનગર ) ને ઘોઘારોડ મંત્રેશ કોમ્પ્લેક્ષ પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

  આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી. પરમારની સુચનાથી એ.એસ.આઇ. જી.પી.જાની તથા પોલીસ કોન્સ. યોગીનભાઇ ધાંધલ્યા તથા બાવકુદાન ગઢવી તથા શરદભાઇ ભટ્ટ જોડાયા હતા.

(9:51 pm IST)
  • સુરત:પાસ કન્વીનર અલ્પેશ કથીરીયાનો રાજદ્રોહ મામલે કાલે જામીન મેળવવા અંગે કોર્ટમાં થશે રીવીઝન અરજી પર સુનાવણી :સુરત કોર્ટે અલ્પેશના જામીન કર્યા હતા રદ્દ access_time 9:14 pm IST

  • અમદાવાદ : નવરંગપુરા વિસ્તારમાં PCBએ જુગારધામ પર દરોડા કરીને 12 શખ્સોની અટકાયત : જુગારધામ પરથી રૂ.1.25 લાખનો મુદ્દામાલ કબ્જે :વિજય ઠાકોર નામનો શખ્સ રમાડતો હતો જુગાર, એક માસથી જુગારધામ ધમધમતું હોવાનું ખુલ્યુ access_time 12:28 am IST

  • પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ફરી ઉલ્લંઘન : કાશ્મીરના આરએસ પુરા સેકટરમાં એલઓસી પર પાકિસ્તાને ફરીથી ફાયરીંગ શરૂ કર્યુ છે access_time 3:39 pm IST