Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ધોરાજીમા પોલીસે કારમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૂ ની 92 બોટલ સહિત રૂ 1લાખ 36 હજાર ના મુદ્દામાલ સાથે બે શખ્સો ને ઝડપી પાડતી ધોરાજી પોલીસ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં દારૂ જુગારની બાબતમાં ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમત સિંહ જાડેજા કડક હાથે કામ કરી રહ્યા છે ત્યારે ધોરાજીમા પોલીસે કારમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૂ ની 92 બોટલ સહિત રૂ 1લાખ 36 હજાર ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ધોરાજી પોલીસ દ્વારા ઝડપી લેવાયા છે
ધોરાજી ના પીઆઇ હકૂમત સિહ જાડેજા પીએસઆઇ શૈલેષ વસાવા, પીએસઆઇ નયનાબેન કદાવાલા સહિતના પોલીસે સ્ટાફ ને મળેલ બાતમી ના આધારે પોલીસે  જુનાગઢ તરફથી આવતી એક વેગનઆર કારને જામકંડોરણા રોડ પર રોકી ને તલાસી લેતા કારમાં બનાવેલ ચોરખાનામાં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની 92 બોટલ કિંમત રૂા.27600 તેમજ વેગનઆર કાર રૂા.1 લાખ તેમજ રોકડ રૂા.8000 અને બે મોબાઇલ કિંમત રૂા.1000 મળી કૂલ રૂ 1,36,300ના મુદામાલ સાથે મોટરકાર માં બેઠેલાં
યોગેશ દેવશી તથા દિપક કાંતીભાઇ ને ઝડપી પાડી ને પોલીસે આગળ ની કાયવાહી હાથધરી છે આ ગૂના ની તપાસ કામગીરીમાં ચંદ્રસિંહ વસૈયા, અનીરૂઘ્ધસિંહ ઝાલા, રવીરાજસિંહ ઝાલા, રવજીભાઇ પટેલ, પ્રદિપસિંહ ચુડાસમા સહિત નો સ્ટાફ જોડાયો હતો

(7:18 pm IST)
  • ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થતા તંત્ર અલર્ટઃ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પક્ષી વિભાગને બર્ડ ફ્લૂની સંભિવત અસરને જોતા બંધ કરવાનો નિર્ણય લેવાયો, કાંકરિયા પક્ષી વિભાગમાં 1200થી વધુ પક્ષીઓ ઉપસ્થિત access_time 4:49 pm IST

  • ત્રણ નવા કૃષિ કાનૂનના વિરોધમાં વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી દિલ્હીની સરહદે દેખાવો કરી રહેલા કિસાનોને સમર્થન દેતા ચેન્નઈના પેરુમલ નામના ખેડૂતે આત્મહત્યા કરી છે. access_time 9:01 pm IST

  • આગામી થોડા મહિનાઓમાં 30 કરોડ લોકોને રસી આપવાનું આયોજન : વેક્સીન વિષે ફેલાતી ગેરસમજણ રોકવાની જવાબદારી રાજ્ય સરકારોની : શરૂઆતના 3 કરોડ નાગરિકોને વેક્સીન આપવાનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે : કેરળ ,રાજસ્થાન ,હિમાચલ પ્રદેશ ,હરિયાણા ,મધ્ય પ્રદેશ ,યુ.પી. ,દિલ્હી ,ગુજરાત ,તથા મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી access_time 5:31 pm IST