Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

સુરતના પોલીસ કમિશ્નરે વ્હોરા અગ્રણીઓ સાથે મુલાકાત કરી

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા.૧૧ : સુરત શહેરમાં ગત ઓગષ્ટમાં બાવીસમાં પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળનારા અજય તોમરએ સુરત શહેરના દાઉદી વ્હોરા સમાજના સેવાભાવી અગ્રણીઓ સાથે મુલાકાત કરી અને વ્હોરા સમાજ દ્વારા ચાલતા જૂદા જૂદા સ્થળોની મુલાકાત પણ લીધી હતી.

સુરત શહેર દાઉદી વ્હોરા સમાજનું મુખ્ય મથક છે ખાસ કરીને આજે વ્હોરા સમાજની દેવડી મઝાર અને જામીયાની મુલાકાત કરી હતી.

(1:24 pm IST)