Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

અબોલ, અશકત, અસહાય અને અકસ્માતથી ઘાયલ જીવોનું આશ્રય સ્થાન ટંકારા પાંજરાપોળ

(હર્ષદરાય કંસારા -ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા,તા. ૧૧: ટંકારા મધ્યે મેઈન બજાર રોડ ઉપર આવેલ મહાજન સંચાલિત ૧૫૦ વર્ષ જુની પાંજરાપોળ અકસ્માતે ઘાયલ અશકત અસહાય કે તરછોડી કે કતલખાને લઈ જવાતા જીવો માટેનું આશ્રય સ્થાન છે. જયા દરરોજ ૨૫૦થી વધુ જીવોને પોષ્ટિક આહાર અને દવા પાણી સાથે શેષ જીવન આરામથી પસાર માટેની સુંદર વ્યવસ્થા છે.

સામાન્ય રીતે લોકો ગૌશાળા પાંજરાપોળ ને એકજ સ્વરૃપે જોતા હોય છે ત્યારે ટંકારા પાંજરાપોળના સંચાલક રમેશભાઈ ગાંધી એ વાત કરતા જણાવ્યું હતું કે જેનો ઉદ્દેશ્ય માત્ર જીવદયા છે .અને આમદની માટે કોઈ વેચાણ નથી એ પાંજરાપોળ કહે છે જયા લુલા લંગડા સમાજે અશકત થઈને તરછોડેલા અને કતલખાનેથી છોડાવેલા અબોલ પશુઓની સેવા ચાકરીનુ સ્થાન છે જયા બે ટક નિરણ અને પાણી સાથે જરૃરી ટિટમેન્ટ થકી જીવદયા કરવીનો મતલબ છે આ સંસ્થા મહાજનવાળા તરીકે ઓળખાય છે અને અહી પશુ પંખી પારેવડા ઉપરાંત જીવમાત્રની સેવાચાકરી થાય છે સંસ્થાને સમાજશ્રેષ્ઠી દાતાશ્રીઓ ગુરૃભંગવતો ધર્મસંસ્થાનો થકી દાન પેટે મળતી રકમ થી સંસ્થાનું સંચાલન કરવામાં આવે છે છેલ્લા ત્રણેક વર્ષથી અતિવૃષ્ટિ અને વૈશ્વિક મહામારી કોરોના વચ્ચે સંસ્થાને સહાયની સરવાણી મંદ પડી હોય દાન કરવા ઈરછુ જીવદયા પ્રેમીને ટંકારા રૃબરૃ સંસ્થાની મુલાકાત કરવા અથવા ૯૮૭૯૫૮૭૫૭૮ પર સંપક કરવા અપીલ કરી છે.

(1:14 pm IST)