Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

દેરેડ ગામે પિતાની બીમારીની ચિંતામાં પુત્રીનો આપઘાત

જામનગર, તા.૧૧: દેરેડ ગામે રહેતા નટવરભાઈ ભીખુભાઈ પરમાર, ઉ.વ.૪ર, એ પંચ બી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, મરણ જનાર લક્ષ્મીબેન નટવરભાઈ પરમાર, ઉ.વ.ર૦, રે. ગોકુલધામ સોસાયટી, શેરી નં.–૩, મકાન નંબર ૧૩૧/૧/રપ, તા.જામનગરવાળા તેના પિતા નટવરભાઈને છાતીમાં દુઃખાવો થતો હોય બિમાર રહેતા હોય જેની ચિંતામાં દિકરી લક્ષ્મીબેને મનોમન લાગી આવતા પોતાની મેળે ઘરે બેડરૃમમા પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઈ મરણ થયેલ છે.

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રામજીભાઈ આંબાભાઈ ગઢીયાએ ફરીયાદ નોંધાવી છે કે, સરસ્વતી કાસ્ટ બ્રાસ ઉદ્યોગનગરમાં ફરીયાદી રામજીભાઈ એ ટ્રક નં. જી.જે.૧ર બી.ટી.૮૪૯૧ મારફતે બેંગલોરથી મંગાવેલ બ્રાસપાર્ટનો  ભંગાર જેમ બેગ ૧૩૩(૯૮૮ કિલો) કિંમત રૃા.૩,૩૧,૯૬૮/– જે આ કામના ટ્રક ડ્રાઈવર આરોપી અસગરઅલી નુરમામદ સાયચા, બેંગ્લોરથી જામનગર વચ્ચે કોઈપણ જગ્યાએ વહેચી નાખી ગુનો કરેલ છે.

હાડકાના કારખાના પાસે જુગાર

બેડી મરીન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગર હાડકાના કારખાના પાસે સલીમભાઈ ઘોડા વાળાના ઘર પાસે આરોપી અલ્લારખાભાઈ સુલેમાનભાઈ કકલ, આમીનભાઈ અલ્લારખાભાઈ કકલ, રાજુભાઈ વેરસીભાઈ પરમાર, કાંતીભાઈ રમેશભાઈ ભાંભી, સવજીભાઈ મોહનભાઈ વિરમગામા, રમજાન હનીફભાઈ જેડા, જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૃા.પ૭ર૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સેવકભરૃડીયા ગામે જુગાર

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદેવસિંહ મંગળસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, સેવકભરૃડીયા ગામ પાસે આવેલ નદીમાં આવેલ બાવળ ની નીચે જાહેરમાં આરોપી અશોકપુરી જયેન્દ્રપરી ગોસ્વામી, રાજેશ ભાણજીભાઈ મકવાણા, અમીતસિંહ ચંદુભા વાઘેલા, બાબુ છગનભાઈ મકવાણા, નરેન્દ્ર ભીખાભાઈ કટારીયા, મનસુખ ધરમશીભાઈ કણજારીયા, જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૃા.ર૧૬પ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

વેરાવળ ગામે જુગાર

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. અશ્વિનભાઈ મનસુખભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, વેરાવળ ગામ, જાબુડી વાડી, સરકારી સ્કુલ પાસે જાહેરમાં આરોપી હનીફભાઈ ઓસમાણભાઈ ઘોઘા, રફીકભાઈ કાસમભાઈ બુઢાણી, વિજયભાઈ ગોરાભાઈ સોલંકી, બસીરભાઈ અહેમદભાઈ સમા, હારૃનભાળ ઈશાકભાઈ, હરેશભાઈ ભોવાનભાઈ, કાસમ સુલેમાન ઘુઘા, જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૃા.૭૩ર૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૃની બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કલ્પેશભાઈ હર્ષદભાઈ વાઘેલા એ ફરીયાદ નોંધાવી છે કે, તીરૃપતી પાર્ક–ર, શેરી નં.૬ ના છેડે જાહેરમાં આરોપી દિવ્યેશભાઈ ગીરીશભાઈ વારા, શનિભાઈ પ્રહલ્લાદભાઈ ખેપટલવાલ  રે. જામનગરવાળા મોપેડ મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦–સી.પી.–૯૯૩૬માં બોટલ નંગ–૧ સાથે ઝડપાઈ ગયેલ છેે

એકી–બેકી નામનો જુગાર

સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. આફતાબભાઈ હુશેનભાઈ સફીયા એ ફરીયાદ નોંધાવી છે કે, પવનચકકી ઢાળીયા નીચે, કિશાન ચોક રોડ, ભાનુશાળી સમાજની વાડી  સામે જામનગરમાં આરોપીઓ શૈલેષ ઘનશ્યામભાઈ ગંઢા, હરીશભાઈ પ્રાગજીભાઈ ચાંદ્રા, અશોકભાઈ શીવાભાઈ ચાંદ્રા, સંજય ઉર્ફે રણમલ શશીકાંત હજડા, ભાવેશ ધીરાભાઈ ગંઢા, એબલો, પરેશ નોટોના નંબર ઉપર એકી–બેકી ના આંકડા બોલી પૈસાની હારજીત કરી એકી–બેકી નામનો જુગાર રમી–રમાડી રેઈડ દરમ્યાન કુલ રૃા.૧૧ર૪૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ક્રિકેટનો જુગાર

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મેહુલ કાંતીલાલ વીસાણી એ ફરીયાદ નોંધાવી છે કે, મોટાપીરનો ચોક કાદરી પાન નામની દુકાન પાસે, જામનગરમાં આરોપી સતાર દાઉદભાઈ સતરાવાલા, જાહેરમાં ઉભો રહી દુકાનમાં આવેલ ટી.વી.મા સ્ટાર સ્પોર્ટ વન ચેનલમાં ચાલતા બીગબોસ ક્રિકેટ ટુનામેન્ટ ના બ્રીસ બેની હેડ વિ. સીડની થડર વચ્ચે રમતા ર૦/ર૦ મેચનું લાઈવ પ્રસારણ નિહાળી મેચના રનફેર તથા હારજીતના સોદાઓ પાડી પૈસાની હારજીત કરી જુગાર રમી રમતા મળી આવતા રેઈડ દરમ્યાન રોકડા ૧ર,પ૦૦/– તથા મોબાઈલ ફોન નંગ–ર, કિંમત રૃા.૧,પ૦૦/–  મળી કુલ રૃા.૧૪,૦૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

રંગમતી નદી પાછળ જુગાર

સીટી એ પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી. ના કોન્સ. યોગરાજસિંહ પ્રવિણસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગર રંગમતી નદી પાછળ સાઈબાબાના મંદિર પાસે આરોપીઓ અનીલભાઈ કાનજીભાઈ કછેટીયા, વિપુલભાઈ નારાણભાઈ ગામી, જીતેન્દ્ર મુળજીભાઈ પટેલ, બશીર ઉર્ફે બલો રહીમભાઈ મેતર, કિશોરભાઈ નાનજીભાઈ સોઢા, પ્રવિણભાઈ લખમણભાઈ મકવાણા, રે. જામનગરવાળા હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૃા.૩૦,ર૦૦/– તથા વાહન નંગ–૩, કિંમત રૃા.૯૦,૦૦૦/– મળી કુલ કિંમત રૃા.૧,ર૦,ર૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:09 pm IST)