Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ખંભાળિયા પાલિકા માટે ભાજપ ટકોરાબંધ ઉમેદવારો શોધશે !!

ખંભાળીયા તા. ૧૧ : પાલિકામાં ગત વર્ષે પાલિકાએ ર૮માંથી  ૧૯ બેઠકોની તોતીંગ બહુમતી મેળવી હતી જે પછી એકપેટા ચૂંટણીમાં પણ ભાજપ વિજય થતા ર૮માંથી ર૦ બેઠકો થઇ હતી.

પરંતુ પાલિકામાં ભાજપના કેટલાક સતાધારી જુથો વચ્ચે વિખવાદ અને ખેંચતાણને કારણે છેલ્લા અઢી વર્ષમાં નિયમિત મીટીંગોના મળવી, કામો ના થવા કામો ગુણવત્તા વગરના થવા તથા વિપક્ષોના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હોય આ વખતે ભાજપ દ્વારા ટકોરા મારીને  ટનાટન રીતે ઉમેદવારોને શોધવા માટેના પ્રયાસો અત્યારથી શરૃ કરી દીધા છે.

હાલ યુવા જિલ્લા પ્રમુખ ખીમભાઇ જોગળ મહામંત્રીઓ શૈલેષભાઇ કણઝરીયા, મયુરભાઇ ગઢવી, યુવરાજસિંહ જાડેજા વિ.અનુભવી હોય તેઓ ટકોરામારીને ઉમેદવારો આવે અને વધુ એક વખત પાલિકા ભાજપ કબજે કરે તે માટેની તૈયારીઓ શરૃ કરી દીધી છે.

ભાજપની ગત બોડીમાં કામ ઓછું કરનારા તથા વિખવાદમાં મનાતા અનેકના પત્તા આ વખતે કપાઇ જાય તેવી પણ સંભાવના છે.

 

(1:08 pm IST)