Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

કેશોદમાં કોરોના કાળ વચ્ચે જન્મ દિવસની પાર્ટી કરતા કાર્યવાહી

સમાજની વાડીમાં એકત્ર થઇ જાહેરનામાનો ભંગ કર્યો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. કેશોદમાં કોરોના કાળ વચ્ચે પણ જન્મ દિવસની પાર્ટી કરતા પોલીસે યુવાન સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

કેશોદની મેઘના સોસાયટીમાં રહેતા કેયુર ચીમનભાઇ દેવળીયા નામના શખ્સે કેશોદ પ્રજાપતિ સમાજની વાડીમાં પોતાના જન્મ દિવસની પાર્ટીની ગત તા.૭ ના રોજ આયોજન કરેલ.

આ અંગેની જાણ થતા પોલીસે દોડી જઇ તપાસ કરતા જન્મ દિવસની પાર્ટીમાં કોરોના કાળ વચ્ચે એકત્ર થયેલાં લોકો માસ્ક પહેર્યા વગરના જણાવ્યા હતા. અને  સોશ્યલ ડીસ્ટન્સ પણ જાળવવામાં આવેલ નહી.

(1:04 pm IST)