Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

જુનાગઢ જીલ્લામાં ધો.૧૦-૧ર ની ૬૪૯ સ્કુલોમાં શૈક્ષણીક કાર્યનો પ્રારંભઃ વેબીનારમાં આર.એસ.ઉપાધ્યાયનુ માર્ગદર્શન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૧ : આજથી ધો.૧૦ અને ૧ર ની શાળાઓ શરૃ થઇ રહી છે તે પૂર્વ જીલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ.ઉપાધ્યાયએ વેબીનારના માધ્યમથી એસ.ઓપી બાબતે ચર્ચા અને માર્ગદર્શન આપ્યું હતું.

૬૪૯ સ્કુલોમાં આજ સવારથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે. અને વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહ પૂર્વક શાળામાં પ્રવેશી રહ્યા છે. ધો.૧૦ ની ૪૦૬ શાળાઓ અને ધો.૧રની ર૪૩ શાળાઓ એમ બન્ને ધોરણોના ૬૪૯ શાળાઓમાં આજ સવારથી શૈક્ષણીક કાર્ય શરૃ કરવામાં આવ્યું છે તે પૂવે દરેક શાળામાં વર્ગખંડોમાં સાફસફાઇ કરી સેનેટાઇઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. (અહેવાલ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:59 pm IST)
  • વેકસીન સેન્ટરો ઉપર ખાસ ત્રણ રૂમોની વ્યવસ્થા : ૧૬ તારીખથી કોરોના વેકસીન અપાયા પછી કેટલોક સમય લોકોને નિરીક્ષણમાં રાખવામાં આવશે : તત્કાળ સારવારની સુવિધા : કોઇ સમસ્યા થશે તો તાત્કાલિક સારવાર અપાશે : વેકિસન સેન્ટર પર ત્રણ રૂમ તૈયાર કરાયા છે, વેઇટીંગ રૂમ, વેકિસન અને ઓબ્ઝર્વેશન રૂમ હશે : કોરોનાની વેકિસનેશનને લઇને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની મહત્વની જાહેરાત access_time 11:46 am IST

  • બોરસદમાં પતંગની દોરીએ 7 વર્ષનાં બાળકનો ભોગ લીધો. સૂર્ય મંદીર રોડ પર પિતા સાથે બાઈક પર બેસીને જતા બાળકનું પતંગની દોરીથી ગળુ કપાયું access_time 9:09 pm IST

  • આજે સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનની વરણી માટેની બેઠક મળશે. વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને શ્રી એલ.કે.અડવાણી બેઠકમાં જોડાશે. access_time 2:51 am IST