Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ઉનાની ચીખલી સીમમાં મૃત્યુ થયેલા ૧પ૦ વધુ મરઘાના બર્ડ ફલ્યુ પરીક્ષણ માટે મોકલાયા

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૧ :.. તાલુકાનાં ચીખલી ગામની સીમમાં મરઘા ઉછેર કેન્દ્રમાં ૧પ૦ થી વધુ મરઘા મરી જતા બ્લડ ફર્લુની આશંકા વન વિભાગના કર્મચારીઓએ આ મરઘાના મૃતદેહ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

ઉના તાલુકાના દરીયાકાંઠે ચીખલી ગામની સીમમાં એક ખેતરમાં ભાવેશ પાંચાભાઇ ચુડાસમાએ મરઘા ઉછેર કેન્દ્ર બનાવેલ છે. જેના થોડા દિવસોથી મરઘામાં રોગ લાગુ પડી જતા ૧૦ થી ૧પ મરઘા મૃત્યુ પામેલ ત્યારબાદ કુલ ૧પ૦ થી વધુ મરઘા મૃત્યુ પામ્યાની વાત બહાર આવતાં ગીર વન વિભાગ જશાધાર ત્થા કોડીનાર વન વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી વેટરનરી ડોકટર સાથે તપાસ કરી મૃત મરઘાને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપેલ છે.

બર્ડ ફલુ નામનો રોગ લાગુ પડયાની પ્રાથમિક આશંકા સેવાઇ રહી છે. અન્ય બીમાર મરઘાને પણ સારવાર અપાઇ રહી છે. ડોળાસા પાંચ પીપળવા વિસ્તાર નાનાવડા ગામ ૩ સફેદ વિદેશી પક્ષીના મોત થયા હતાં. તેની તપાસ ચાલુ છે. સોરઠ વિસ્તારમાં પક્ષીઓમાં બર્ડ ફલ્યુ નામનો રોગે ઝપેટમાં લીધા હોવાની શંકા સેવાઇ રહી છે.

લોકોને સાવેચત રહેવા ત્થા પોલ્ટ્રીફાર્મ, મરઘા ઉછેર કેન્દ્રને સેનીટાઇઝ કરી અને શંકા લાગે તો અધિકારીનો સંપર્ક કરવા અથવા વેટરનરી ડોકટરનો સંપર્ક કરવા જણાવેલ છે. ચીખલીમાં મરઘાના ટપોટપ મૃત્યુથી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીની ટીમ પણ દોડતી થઇ ગઇ છે.

(12:22 pm IST)