Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

સુત્રાપાડા જીએચસીએલમાં યુનિયનની ચુંટણીમાં મજદૂર સંઘનો વિજય

પ્રભાસપાટણ તા.૨ : સુત્રાપાડા જીએચસીએલ કંપનીમાં યુનિયનની ચુંટણી યોજાઇ હતી જેમાં મજદૂર સંઘ તરફથી જેશીંગભાઇ બારડ અને તેમની ટીમનો વિજય થતા ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઇ પરમાર દ્વારા અભિનંદન પાઠવેલ છે.

આ ચુંટણીમાં ટોટલ ૪૭૭ મતોમાંથી મજદૂરસંઘની પેનલના હોદ્દેદારોને ૩૨૩ મતો મળેલા અને ૧૬૯ મતોની લીડથી વિજય થયેલ છે.

ભારતીય મજદૂર સંઘના ચુંટાયેલા પ્રતિનિધિમાં સેક્રેટરી જેશીંગભાઇ બારડ, સિનીયર ઉપપ્રમુખ દશરથસિંહ સરવૈયા, ઉપપ્રમુખ જગદીશભાઇ મોરી, ઉપપ્રમુખ રફીકભાઇ મલેક, સેક્રેટરી વિનોદભાઇ ખન્ના, કરશનભાઇ બારડ તથા તમામ કારોબારીના સભ્યો આ તમામ ચુંટાયેેલા હોદ્દેદારોને અભિનંદન પાઠવેલ છે.

(12:16 pm IST)