Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ઉનામાં નાયબ પોલીસ અધિક્ષકની કચેરી શરૂ કરવા રજૂઆત

ઉના તા.૧૧ : વકીલ તથા તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ મીનાબેન બી.સોલંકીએ ગુજરાતની ગૃહવિભાગની કચેરી તથા ગૃહસચિવ અમદાવાદને લેખીતમાં રજૂઆતમાં ઉનામાં નાયબ પોલીસ અધિક્ષકની કચેરી શરૂ કરવા જણાવેલ છે.

ઉના ગીરગઢડા તાલુકો છેવાડાનો તાલુકો છે. તાલુકા મથકે ૮૫ થી વધુ કિમી જીલ્લા પોલીસવડા અને નાયબ પોલીસવડાની કચેરી આવેલ છે. ઉના તાલુકો સંવેદનશીલ દરિયાકાંઠા આવેલ છે જયારે ગીર સોમનાથ જીલ્લો જાહેર થયો હતો ત્યારે સબડીવીઝન વિસ્તાર જાહેર કરેલ છે. પ્રાંત અધિકારીની કચેરી ઉનામાં છે. નાયબ જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી પણ જાહેર કરેલ છે. પોસ્ટ ઉભી કરેલ છે તેને પણ ૭ વર્ષ થવા છતા નાયબ જીલ્લા પોલીસવડા ડીવાયએસપીની કચેરી શરૂ કરાઇ નથી. લોકોને કામગીરીમાં વેરાવળ સુધી ધકકા ખાવા પડે છે.

ઉના તાલુકામાં પ્રોહીબીશનના ગુનાઓ, મહિલા વિરૂધ્ધના ગુનાઓ, સમાજને લગતા ગુનાઓ, ચોરી, લુંટ વગેરે ગુનાઓ બને છે તો તાત્કાલીક નાયબ પોલીસ અધિક્ષકની કચેરી શરૂ કરાવી તેમા સ્ટાફની ભરતી ડીવાયએસપીની તુરંત નિમણુંક કરવા માંગણી કરવામાં આવી છે.

(12:15 pm IST)