Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ત્રંબામાં દિવાળી પહેલા ફટાકડાથી દાઝેલી ૯ વર્ષની ભાવિશાએ દમ તોડ્યો

રાજકોટ તા. ૧૧: ત્રંબામાં વડાળી રોડ પર ખોડિયારનગરમાં રહેતી ભાવિશા વનરાજભાઇ અસવાર (ઉ.વ.૯) નામની બાળા દિવાળીના તહેવારના એકાદ દિવસ પહેલા ફટાકડા ફોડતી વખતે દાઝી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાવાઇ હતી. એ પછી ઘરમેળે આયુર્વેદિક સારવાર કરાવાઇ હતી. ત્યારબાદ ગત તા. ૫ના રોજ ફરીથી સિવિલમાં ખસેડાતાં બર્ન્સ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. તેનું આજે વહેલી સવારે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

ભાવિશાના પિતા વનરાજભાઇ હીરા ઘસવાનું કામ કરે છે. તેણી ત્રણ બહેનમાં વચેટ હતી. લાડકી દિકરીના મોતથી કારડીયા રાજપૂત પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આજીડેમ પોલીસ મથકના વી. બી. સુખાનંદી અને કિરીટભાઇ રામાવતે એડી નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:14 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,199 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,04,66,545 થઇ :એક્ટિવ કેસ 2,20,388 થયા: વધુ 15,263 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,0 0 ,90,658 થયા :વધુ 136 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,184 થયો access_time 11:59 pm IST

  • દેશમાં કોરોના થાક્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,447 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,04,79,879 થઇ :એક્ટિવ કેસ 2,13,546 થયા: વધુ 18,502 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01 ,10,634 થયા :વધુ 166 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,364 થયો access_time 1:00 am IST

  • બોરસદમાં પતંગની દોરીએ 7 વર્ષનાં બાળકનો ભોગ લીધો. સૂર્ય મંદીર રોડ પર પિતા સાથે બાઈક પર બેસીને જતા બાળકનું પતંગની દોરીથી ગળુ કપાયું access_time 9:09 pm IST