Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ઉના તાલુકાના કોબ-તડ-કાજરડી-સોનારી સહિત ગામોથી વિદ્યાર્થીઓ માટે એસ.ટી. બસ શરૂ કરવા માગણી

ઉના તા. ૧૧ :.. તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઇ ચારણીયાએ એસ. ટી. ડેપોને રજૂઆતમાં ધો. ૧૧, ૧ર અને કોલેજ ચાલુ થતા કોબ, ભીંગરણ, તડ, ભાડાસી, કાજરડી, સોનારીથી ઉના અવર-જવર માટે એસ. ટી. બસ ચાલુ કરવા માગણી કરી છે.

રજૂઆતમાં જણાવેલ કે હાલમાં કોરોના વાઇરસ વૈશ્વીક મહામારી ચાલી રહેલ છે, જેના કારણે ઘણા લાંબા સમયથી શાળા - કોલેજો સરકારશ્રીનાં આદેશાનુસાર બંધ કરવામાં આવેલ હોય જે ફરીથી ધો. ૧૧, ૧ર અને કોલેજોમાં ફીઝીકલ શિક્ષણ કાર્ય શરૂ કરવા માટેનો નિર્ણય સરકારશ્રી દ્વારા લેવામાં આવેલ હોય, જે મુજબ શાળા-કોલેજો ચાલુ થતા વિદ્યાર્થીઓનંુ એસ. ટી. બસમાં આવન-જાવન ચાલુ થનાર હોય જેને ધ્યાને લઇ વિદ્યાર્થીઓની સગવડતા માટે કોબ, ભીંગરણ, તડ, ભાડાસી, કાજરડી, સોનારી થી ઉના અવર-જવર કરવા માટે સવારે સમય ૬ થી ૭ વાગ્યા દરમિયાન એસ. ટી. બસ ચાલુ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને અવર જવર કરવામાં સરળતા રહેશે. જેને ધ્યાને લેવા વિનંતી છે. અને સાથે કોરોના વાઇરસ અન્વયેની માર્ગદર્શીકાઓ- સુચનાઓનું અવશ્ય પાલન કરી એસ. ટી. બસનું સંચાલન કરવા માગણી ઉઠી છે.

(12:14 pm IST)