Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

મોરબી : માધવસિંહ સોલંકીને ભાવાંજલી અર્પતા બિજેશભાઇ

મોરબી તા.૧૧ : પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના ૯૪ વર્ષની જૈફ વયે થયેલ નિધન થતા સદગતના નશ્વર દેહ સમક્ષ મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ પુસ્તક મુકીને અલગ પ્રકારની ભાવાંજલિ સદગતના નિવાસસ્થાને ગાંધીનગર જઈને અર્પી હતી.

બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે માધવસિંહ સોલંકી એક કુશળ રાજનીતિજ્ઞ હોવા ઉપરાંત વાંચનના ખુબ શોખીન હતા તેમના નિવાસે વિવિધ પ્રકારના પુસ્તકોની એક લાઈબ્રેરી ઉભી કરી હતી પ્રસંતોપાત જયારે તેમણે મળવાનું બનતું હતું ત્યારે કિતાબ ભેટ આપતા અને તેમણે ખુબ ગમતું હતું જેથી મોરબી-માળિયાની પ્રજા વતી ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ માધવસિંહ સોલંકી પરત્વેની જિંદાદિલીને અનુરૂપ ડો. જયેશ વાછાણી લિખિત આઈ લવ મી કિતાબ અર્પણ કરી હતી.

(12:11 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,199 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,04,66,545 થઇ :એક્ટિવ કેસ 2,20,388 થયા: વધુ 15,263 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,0 0 ,90,658 થયા :વધુ 136 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,184 થયો access_time 11:59 pm IST

  • આગામી થોડા મહિનાઓમાં 30 કરોડ લોકોને રસી આપવાનું આયોજન : વેક્સીન વિષે ફેલાતી ગેરસમજણ રોકવાની જવાબદારી રાજ્ય સરકારોની : શરૂઆતના 3 કરોડ નાગરિકોને વેક્સીન આપવાનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે : કેરળ ,રાજસ્થાન ,હિમાચલ પ્રદેશ ,હરિયાણા ,મધ્ય પ્રદેશ ,યુ.પી. ,દિલ્હી ,ગુજરાત ,તથા મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી access_time 5:31 pm IST

  • કૃષિ કાનૂનના વિરોધમાં હરિયાણાના ધારાસભ્ય અભયસિંહ ચૌટાલાનું ધારાસભ્યપદેથી રાજીનામુ : સ્પીકરને પત્ર લખી જાણ કરી : જો 26 જાન્યુઆરી સુધીમાં કૃષિ કાનૂન પાછો ન ખેંચાય તો મારા આ પત્રને રાજીનામુ ગણી લેજો access_time 5:43 pm IST