Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

પડધરીનાં સરપદડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના રસી માટે ડ્રાય રન

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા. ૯ :.. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરપદડ દ્વારા કોરોના રસી માટેનો ડ્રાય રન રાખવામાં આવેલ આ ટ્રાયલમાં રપ થી વધારે આશા વર્કર બહેનોને કોરોનાની રસી આપવામાં આવી હતી.

આશા બહેનોને પ્રેકટીકલી માહિતગાર કરવામાં આવેલ આ ડ્રાય રનમાં પ્રા. આ. કેન્દ્ર સરપદળના મેડીકલ ઓફીસર ડો. પી. કે. શર્મા આયુસ ડો. અપૂર્વ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સુપરવાઇઝર માનસિંહભાઇ પરમાર અને સુધાબેન ભટ્ટ અને કલ્પેશભાઇ વાડોલીયા, મનોજભાઇ છત્રોલા, મહેશભાઇ સાટકા, ભારતીબેન નાળીયાપરા વગેરે કર્મચારીઓએ આ ડ્રાય રનને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી. આ ડ્રાય રનમાં સરપદડના સરપંચ પરસોતમભાઇ  લુણાગરીયા પણ ઉપસ્થિત રહ્યા હતાં.

(12:08 pm IST)