Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

પાટડીના સુરલ ગામ ત્રણ રસ્તા પાસેથી દારૂ ભરેલી કાર ઝડપાઈ : ચાલક ફરાર

દારૂની બોટલો, બિયરના ટીન તેમજ કાર સહિત રૂ. 3,55,100નો મુદ્દામાલ કબજે

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સુરેલ ગામ પાસે આવેલા ત્રણ રસ્તા પાસેથી ઝીંઝુવાડા પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી હતી. જ્યારે ચાલક નાસી છુટવામાં સફળ રહ્યો હતો. વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો, બિયરના ટીન તેમજ કાર સહિત પોલીસે કુલ રૂ. 3,55,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પાટડીના ઝીંઝુવાડા આદરીયાણા રોડ પરથી વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની બાતમીના આધારે ઝીંઝુવાડા પીએસઆઇ વી.પી.મલ્હોત્રા, રણછોડભાઇ ભરવાડ સહીતની ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી કારને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે કાર હંકાવી મુકી હતી. આથી પોલીસ ટીમે કારનો પીછો કરતા સુરેલ ત્રણ રસ્તા પાસે ચાલક કાર મુકી નાસી છુટ્યો હતો.

 પોલીસે કારની તલાશી લેતા કારમાં અલગ અલગ બ્રાન્ડની 337 વિદેશી દારૂની બોટલો, 96 નંગ બિયરના ટીન અને કાર સહીત કુલ રૂ. 3,55,100 નો મુદ્દામાલ કબજે કરી નાસી છુટેલા કાર ચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 
(11:51 pm IST)
  • વિરાટ કોહલી પિતા બન્યાઃ પત્ની અનુષ્કા શર્માએ પુત્રીને જન્મ આપ્યો : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પિતા બન્યા છે. તેમના પત્ની અને ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માએ પુત્રીને જન્મ આપ્યો છે. લક્ષ્મીજીના આગમનથી પરિવારમાં ઉત્સાહ છવાયો છે. access_time 4:44 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે માંડવી તાલુકાના સઠવાવ ખાતે 'કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઇપલાઇન યોજના'નુ કરાયુ લોકાર્પણ સંપન્ન : રૂ.૫૭૦ કરોડના ખર્ચે સાકાર થયેલી યોજનાથી માંડવી અને માંગરોળ તાલુકાના કુલ ૮૯ ગામોના ૪૯,૫૦૦ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે : ૩ મધ્યમ ડેમ, ૨ મોટા તળાવો, ૬ કોતરો અને ૩૦ ચેકડેમોમાં પાણી સંગ્રહ થશે. માંડવી અને માંગરોળ તાલુકાના ૨૯૦૦૦ આદિજાતિ ખેડૂત પરિવારોમા ઉગશે સમૃદ્ઘિનો સૂરજ ઉગશે access_time 11:46 am IST

  • ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થતા તંત્ર અલર્ટઃ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પક્ષી વિભાગને બર્ડ ફ્લૂની સંભિવત અસરને જોતા બંધ કરવાનો નિર્ણય લેવાયો, કાંકરિયા પક્ષી વિભાગમાં 1200થી વધુ પક્ષીઓ ઉપસ્થિત access_time 4:49 pm IST