Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

સુરેન્દ્રનગરમાં દલિત મુસ્લિમ એકતા મંચ દ્વારા નવા બીલો રદ કરવા આવેદન

વઢવાણ, તા. ૧૧: દલિત મુસ્લિમ એકતા મંચ દ્વારા તાજેતરમાં કેન્દ્ર સરકારે બનાવેલ નવા સંશોધન બીલ સીએએ, એનઆરસી તથા એનપીઆર જેવા બીલોને દેશ વિરોધી ગણાવી તેને રદ કરવા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું છે.

આવેદનમાં જણાવ્યા મુજબ સીએએ -એનઆરસી અને એનપીઆર જેવા કાળા કાયદા દેશ વિરોધી છે. જેના લીધે દેશના તમામ ધર્મ અને સંપ્રદાયના લોકોની લાગણીને ઠેસ પહોંચી છે જેથી આવા કાળા કાયદા ભારતીય સંવિધાનની આત્મા ઉપર કુઠરાઘાત છે. ડો. બાબાસાહેબ લેખીત સંવિધાનના આર્ટીકલ ૧૪ અને ૧પ મુજબ જાતી ધર્મ લીંગ પ્રાંત ભાષા આધારીત કોઇપણ વ્યકિત કે સમુદાય સાથે ભેદભાવ કરી શકાય નહીં અને નાગરિકતા નક્કી કરી શકાય નહીં. સીએએ બીલ આર્ટીકલ ૧૪ અને ૧પ નું ઉલંઘન છે. આ બીલ ગેર બંધારણીય છે.

સીએએ એનઆરસી જેવા કાળા કાયદા રદ કરવામાં આવે અને જે.એન.યુ. ઉપર હુમલાના આરોપીઓની ધરપકડ કરવામાં આવે, દેશમાં ભાઇચારો અને એકતા સ્થાપિત થાય તેવું વાતાવરણ ઉભું કરવામાં આવે નહીંતર સમાજના જાગૃત નાગરિકો તરીકે આ તમામ મુદે ભગતસિંહના રસ્તે ઉગ્ર કાર્યક્રમો આપવાની ફરજ પડશે તેમ અંતમાં જણાવેલ છે.

(1:09 pm IST)