Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

જુનાગઢ જીલ્લાના ૯ ગામોના લોકો હવે તરસ્યા નહી રહે

માણાવદરના વાડાસડા, માંગરોળના શીલ-ઘોડાદર, માળીયાના ધુમીલી, ભેંસાણના જુની ઘાટી ગુંદાળી, જામકા, પાણીધ્રા, મેખડી, પીંડાખાઇ નલસે જલની વ્યવસ્થા

જૂનાગઢ,તા.૧૧, સોરઠના ૯ ગામમાં ૧૨૦ લાખના ખર્ચે પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા માટે વિકાસ કામો હાથ ધરાશે. જૂનાગઢ ખાતે આજે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં આ વિકાસ કામો હાથ ધરવા મંજૂરી આપવામાં આવી હતી.

આ નવ ગામોમાં માણાવદરના વાડાસડા ખાતે રૂ.૯.૮૩ લાખ, માંગરોળના શીલમાં ૨.૭૦ લાખ માળીયાના ઘુમલીમાં ૧.૩૩ લાખ, ભેંસાણના જુનીધારી ગુંદાળીમાં રૂ.૨૦.૬૬ લાખ, જામકામાં રૂ.૧૪.૨૨ લાખ પાણીધ્રા ૨૧.૮૩ લાખ, મેખડી ૨૩.૫૪ લાખ, પીંડાખાઇ ૨૪.૮૭ લાખ અને માંગરોળના ઘોડાદરમાં રૂ.૧.૧૦ લાખના કામ હાથ ધરાશે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૧,૯૯,૭૮૦ ઘર પૈકી ૧,૮૧,૯૧૬ દ્યરોમાં નલ સે જલ ની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું વાસ્મોના અધિકારીઓએ જણાવ્યું હતું અને વર્ષ ૨૦૨૨ સુધીમાં તમામ દ્યરોમાં નળ દ્વારા પાણી પહોંચાડવાનું લક્ષ્ય છે.

બેઠકમાં જિલ્લામાં વાસ્મો દ્વારા ૩૮૪ ગામોમાં પાણી વિતરણ વ્યવસ્થાની સુવિધાના કામો પૂર્ણ કરી ૧૮ ગામોમાં કામ પ્રગતિમાં છે અને નવા ૧૫ ગામોમાં કામ શરૂ થશે તેની જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ કામની ગુણવત્ત્।ા તેમજ સમય મર્યાદામાં જાળવવા અધિકારીઓ ને સૂચનાઓ આપી હતી. 

(1:06 pm IST)