Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ખંભાળીયા દ્વારકા રોડ પર કાર-ટ્રક વચ્ચે અકસ્માતઃ મહિલા ગંભીર ૩ને ઇજા

દેવ હોટલ પાસે ગાયને બચાવવા જતા બોલેઢરો પલ્ટી મારી ગઇ

ખંભાળીયા તા. ૧૧: ખંભાળીયા-દ્વારકા રોડ પર આજે વહેલી સવારે સામોર દુરથળી પાટીયા પાસે જામનગરથી પાસીંગ હોન્ડા સીટી કાર જીજે-૧૦ ડી.આર. ૩૩૭૭ નંબરની તથા સામેથી આવતા એક ટ્રક સાથે ધડાકાભેર અથડાતા કારની આગળનો ભાગ છુંદાઇ ગયો હતો તથા તેમાં બેઠેલ એક મહિલાને વધુ સારવાર માટે જામનગર ખસેડાયેલ છે.

તો આજ રસ્તા પર આગળ જતાં દેવ હોટલની પાસે એક ગાયને રોડ પર બચાવવા જતાં એક બોલેરો જીપ હડફેટે આવતા ગાયને બચાવવા જતાં જીપ ઉંધી વળી જતાં તેમાં બેઠેલા ત્રણ યુવાનોને ઇજા થઇ છે.

(1:05 pm IST)