Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

પોરબંદર-મુંબઇ સૌરાષ્ટ્ર એકસપ્રેસ આવતીકાલે ૧પ મીનીટ મોડી ઉપડશે

રેલ્વે બ્લોક કામગીરીને કારણે : પોરબંદર-દિલ્હી-સરોયલ્લા એકસપ્રેસ તા. ૧૮ અને તા. ર૧ મીએ રદ કરાય તેવી સંભાવના

પોરબંદર તા. ૧૧ : રાજકોટ રેલ્વે ડીવીઝનમાં બ્લોક લેવલની કામગીરીને લીધે પોરબંદર - મુંબઇ વચ્ચે દોડતી સૌરાષ્ટ્ર એકસપ્રેસ (નં. ૧૯ર૧૬) કાલે તા. ૧ર મીએ પોરબંદરથી ૧પ મીનીટ મોડી ઉપડશે તેમજ આવતી (ડાઉન) મુંબઇ-પોરબંદર એક કલાક મોડી દોડી રહી હોય પોરબંદર એક કલાક મોડી પહોંચશે.

અજમેરા-પાલનપુર વચ્ચે રેલ્વે ડીવીઝનના ભીમા માવળ વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર પેસ ડબીંગ કામગીરી શરૂ કરવા પોરબંદર - દિલ્હી જતી સરોયલ્લા એકસપ્રેસ ગાડી નં. ૧૯ર૬૩ આગામી તા. ૧૮ અને  તા. ર૧ જાન્યુઆરી ર દિવસ માટે રદ કરાય છે.

તેમજ દિલ્હીથી પોરબંદર સરોયલ્લા એકસપ્રેસ ટ્રેઇન ૧૯ર૬૪ તા. ર૦ મી અને તા. ર૩ જાન્યુઆરી રદ કરવામાં આવે તેવી  સંભાવના છે.

(1:04 pm IST)