Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્કયુ કરીને મ્યાનમાર શીપના ક્રુ મેમ્બરને બચાવ્યો

મુન્દ્રાથી ન્યાનમાર જતા શીપના ક્રુ મેમ્બરનો મશીનમાં હાથ આવી જતાં ગંભીર ઇજાઃ પોરબંદર સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ

પોરબંદર તા. ૧૧ :.. પોરબંદરથી ૧૬પ નોટીકલ માઇલ દુર મ્યાન્માર (બર્મા) ના શીપમાં ક્રુ મેમ્બરનો હાથ અકસ્માતે મશીનમાં આવી જતાં ગંભીર ઇજા થતા પોરબંદર કોસ્ટ ગાર્ડ એ સમયસર પહોંચીને 'રેસ્કયુ' કરીને તાત્કાલીક સારવાર માટે પોરબંદર લાવેલ અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે.

મ્યાન્મારનું શીપ મુન્દ્રાથી  મ્યાન્માર જઇ રહેલ ત્યારે પોરબંદરથી ૧૬પ નોટીકલ માઇલ દરીયામાં શીપના ક્રુ. મેમ્બરનો હાથ મશીનમાં આવી જતાં ગંભીર ઇજા થયાની જાણ કોસ્ટગાર્ડને કરતા કોસ્ટગાર્ડ તુરંત પહોંચી જઇને 'રેસ્કયુ' કરીને પ્રાથમિક સારવાર બાદ ઇજાગ્રસ્ત ક્રુ મેમ્બરને પોરબંદર લાવીને ભાવસિંહજી હોસ્પિટલે ખસેડાયેલ અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ. કોસ્ટગાર્ડ દ્વારા રેસ્કયુથી  મ્યાન્મારના ક્રુ. મેમ્બરને સમયસર સારવાર મળતા બચી ગયેલ છે.

(1:04 pm IST)