Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

જામનગરમાં એમપી શાહ મ્યુનિસિપલ વૃધ્ધાશ્રમનું લોકાપર્ણઃ વડીલોનો વૈભવ

એક અનોખુ વૃધ્ધાશ્રમ જ્યાં તમામ સુવિધાઓ વિનામૂલ્યે મળી રહી છે : સ્વચ્છ અને સાત્વિક ભોજનઃ પ્રાર્થના ખંડઃ વાઇફાઇ સાથે કોમ્પ્યુટર રૂમઃ જીમ-ફિજીયોથેરાપી સેન્ટર ઓપન એર થીયેટર અને નાની મોટી બીમારીની સારવાર માટે હોસ્પિટલ અને છેલ્લે દરેકને રૂ.૩૦૦/- ખિસ્સા ખર્ચી માટે અપાય છે

જામનગર તા.૧૧:  શ્રી મેદ્યજી પેથરાજ શાહએ ૧૯૬૮માં ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ સ્થાન પર તત્કાલીન જામનગર મ્યુનિસિપાલીટીના આર્થિક સહયોગથી શ્રી એમ.પી.શાહ મ્યુનિસિપલ વૃધ્ધાશ્રમનો પ્રારંભ કરેલ હતો. કાળક્રમે વાવાઝોડા, ધરતીકંપ અને સમયની થપાટથી વૃધ્ધાશ્રમની ઇમારત જર્જરિત થઈ ગયેલ સાથે જ વધુ વૃધ્ધોને 'વિસામા માટે થડ મળે' તેવા વિચાર સાથે ૨૦૧૭ના એપ્રિલ માસથી ઇમારત નવનિર્માણના  શુભકાર્યનો પ્રારંભ  કરાયો હતો.

૨૦૧૭ના વર્ષમાં આ ઈમારતના નવનિર્માણના શુભારંભથી આજે ૨૦૨૦ના વર્ષમાં આજરોજ આધુનિક સુવિધાઓથી સજ્જ શ્રી એમ.પી.શાહ વૃધ્ધાશ્રમના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. કુલ ૫૨૦૦૦ ચોરસ ફુટમાં ૩ માળમાં નવનિર્મિત આ ઈમારતમાં કુલ ૫૨ રૂમમાં ૧૦૧ વૃધ્ધોનો સમાવેશ થઇ શકે અને આવશ્યકતા પ્રમાણે ૧૩૦ વૃધ્ધો સુધીની સમાવિષ્ટ કરવાની ક્ષમતા આ ભવનમાં વિકસાવવામાં આવેલી છે.  આધુનિક સાધન સગવડ સાથે હાઇજીનનો પણ પૂરો ખ્યાલ રાખીને ભોજનશાળા અને રસોડાને સંપૂર્ણ હાજીનીકલ બનાવવામાં આવેલ છે. વૃધ્ધોને મુકત વાતાવરણ મળી રહે તે માટે વૃધ્ધાશ્રમના ફરતે વોકિંગ ટ્રેક અને સુંદર બગીચો બનાવવામાં આવશે.

વૃધ્ધોના માનસિક સ્વાસ્થ્યને લક્ષ્યમાં રાખીને પણ આશ્રમમાં પ્રાર્થનાખંડ, શારીરિક તંદુરસ્તી માટે જિમ અને ફિઝીયોથેરાપી સેન્ટર સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ માટે સ્ટેજ સાથેનું ઓપન એર થિયેટર અને મલ્ટીપર્પજ હોલ વાંચન માટે લાયબ્રેરી અને આજના સમય સાથે તાલ મેળવી શકે તે માટે વાઈ-ફાઈ સાથેના કોમ્પ્યુટર રૂમ પણ બનાવવામાં આવેલ છે. નાની મોટી શારીરિક તકલીફો વૃધ્ધાવસ્થામાં સહજ છે અને વારંવાર સારવાર માટે પણ વૃધ્ધોને વધુ કષ્ટ ન પડે તે માટે વૃધ્ધાશ્રમમાં જ ઇન્ડોર બેડની સગવડ સાથે મેડિકલ સેન્ટર પણ બનાવવામાં આવેલું છે. અન્ય ગંભીર બીમારીના કિસ્સામાં જરૂર પડ્યે હોસ્પિટલમાં પણ સંપૂર્ણ સારવાર કરવામાં આવશે.

નવનિર્મિત ઈમારતમાં વીજળીના બચાવ માટે સોલાર એનર્જીનો મહત્ત્।મ ઉપયોગ થાય તેનો પણ ખ્યાલ રાખવામાં આવેલ છે તો સાથે જ પર્યાવરણની જાળવણી અર્થે વરસાદી પાણીનો મહત્ત્।મ સંગ્રહ થાય તેવી વોટર હાવર્િેસ્ટંગ સિસ્ટમ, વૃધ્ધોની સલામતી માટે ભુકંપ પ્રતિરોધક બાંધકામ પણ કરવામાં આવેલ છે સાથે જ ફાયર સેફટીનુ પણ ખૂબ જ ચીવટપૂર્વક ધ્યાન રાખવામાં આવેલ છે. વૃધ્ધાવસ્થામાં સૌથી મોટો પ્રશ્ન પ્રવૃત્ત્િ।ના અભાવે ઉદભવતી માનસિક શૂન્યતા હોય છે. અહીં, જે વૃધ્ધ શારીરિક રીતે સક્ષમ હોય તેમની આવડત કે હુનરનો ઉપયોગ કરવા માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને જરૂરી તમામ સહાય પણ પૂરી પાડવામાં આવે છે. વળી તેની એકલતાના નિવારણ અર્થે અલગ અલગ સંસ્થાઓ, શાળા, કોલેજના વિદ્યાર્થીઓ વગેરે સાથે મેળાવડા તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનુ સારી રીતે આયોજન કરી શકાય તે માટે કોમ્યુનિટી હોલમાં પણ પ્રવૃત્ત્િ।ઓ કરવામાં આવે છે.

વૃધ્ધાશ્રમની વિશિષ્ટતા એ છે કે અહીં નિવાસી વૃધ્ધ પાસેથી કોઈપણ પ્રકારના ચાર્જ વસુલવામાં આવતા નથી એટલું જ નહીં પરંતુ તેમને ખીસ્સા ખર્ચી માટે પ્રતિમાસ રૂપિયા ૩૦૦ પણ સંસ્થા તરફથી આપવામાં આવે છે. સાચા અર્થમાં સમાજની સેવા કરતું આ સંસ્થાન સમાજ માટે ખૂબ જ પ્રેરણાદાયી છે જેમાં તત્કાલીન સમયે ગુજરાત સરકારે પણ જમીન ફાળવી પોતાનું દાન આપી સમાજમાંથી મેળવવાની સાથે જ સમાજને અર્પણ કરવાની પણ ભાવના દર્શાવી હતી. તદ્દઉપરાંત અનેક દાતાઓએ પણ બહુમુલ્ય આર્થીક સહયોગ આપી આ ભગીરથ કાર્ય પૂર્ણ કર્યુ છે. તો અનેક સેવાભાવીઓએ અહીં સેવા આપી ઙ્કજીવન મારૂ હેમખેમ રહેશે, જો હ્રદયમાં કરૂણા અને હાથમાં સેવા પ્રેમ રહેશેઙ્ખની પંકિતને સાર્થક કરી છે. તેના થકી જ આજે આ ભવન સાચા અર્થમાં ૧૦૧ વડીલોનુ દ્યર બન્યું છે.

સંકલનઃ- દિવ્યાબેન ત્રિવેદી, માહિતી મદદનીશ

ફોટોઃ-ગજેન્દ્રસિંહ જાડેજા માહિતી બ્યુરો,જામનગર

(11:48 am IST)