Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ગોંડલ : ગંગોત્રી સ્કુલમાં મેગા ઇવેન્ટની ઉજવણી

ગોંડલ : અહિની ગંગોત્રી સ્કુલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મેગા ઇવેન્ટ ધીંગા મસ્તી ૨૦૨૦ની શાનદાર ઉજવણી કરવામાં આવેલ. ઇવેન્ટનો પ્રારંભ સંતો મહંતો મહેમાનોના હસ્તે દિપપ્રાગટય દ્વારા કરાયેલ. મેગા ઇવેન્ટમાં બાળકોએ સમાજ માટે ઉપયોગી સમાજને કંઇ નવો સંદેશો આપતી કૃતિઓ રજૂ કરેલ. જેમાં પ્લાસ્ટીકથી થતુ નુકશાનની કૃતિ સાથે સ્વચ્છ ભારત ઝુંબેશની બેગ આપવા જનજાગૃતિનો પ્રયાસ કર્યો છે ઉપરાંત વૃધ્ધાશ્રમની કૃતિ, સેનાના જવાન વર્ધમાન અભિનંદનની કૃતિ તેમજ પિતાનું મહત્વ સમજાવતી મેરે પાપા હિરોની સુંદર કૃતિધોરણ ૬ની વિદ્યાર્થીની માહીએ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આ ઉપરાંત જીવનમાં યોગનું મહત્વ દર્શાવતી તેમજ ઇન્ડિયાની ફસ્ટ લેડી ડો.આનંદીના જીવનની ઝાંખી કરાવતી કૃતિ રજૂ કરી હતી. કુલ ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમનું એન્કરીંગ ઉમેશ વાળાએ કરેલ. કાર્યક્રમમાં શિક્ષકોને મોમેન્ટો અર્પણ કરાયેલ. કાર્યક્રમને સફળની અપાવવા બદલ સ્કુલના ચેરમેન સંદિર છોટાયાએ આભારની લાગણી વ્યકત કરેલ તસ્વીરમાં ઉવેન્ટના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો તથા શાળાની વિદ્યાર્થીનીઓ કૃતિ રજૂ કરતી નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : જયસ્વાલ, ન્યુઝ)

(11:47 am IST)