Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ભાવનગર : રાષ્ટ્રીયસેવા યોજનાની ખાસશિબિર

ભાવનગર : વિશુધ્ધાનંદ વિદ્યામંદિરના ઉ.મા.વિભાગના એનએસએસના સ્વયંસેવકોની એક ખાસ શિબીર ગણેશ આશ્રમ, અગિયાળી ખાતે યોજાઇ હતી. ઉદઘાટન કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી અનુરાધાબેન મૈયાણી, આશ્રમના સેવક કાંતિભાઇ શેઠ, શાળાના આચાર્ય એલ.જી.ધાંધલા, ઉ.મા. વિભાગના સુપરવાઇઝર કાંતીભાઇ ગઢવી વગેરે ઉપસ્થિત રહેલ અને વિદ્યાર્થીઓને એનએસએસ (રાષ્ટ્રીય સેવા યોજના) અંગે સમજ આપેલ. આ પ્રવૃતિ અંતર્ગત વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન માટે પ્રેરક પ્રવચનો આપી વિદ્યાર્થીઓને જીવન ઘડતરની પ્રેરણા પુરી પાડેલ. એનએસએસ ખાસ શિબિર અંતર્ગત યોગાસન, ગ્રામસફાઇ, શોષ ખાડા, શાળા સફાઇ, શાળામાં રમતગમત સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ, બાગબગીચા સફાઇ, વૃક્ષ ઉછેર અને જતન, વાંચન શિબિર ધાવડી માતા મંદિર પગપાળા પ્રવાસ વગેરે પ્રવૃતિઓ કરશે. શિબિરને સફળ બનાવવાનુ આયોજન તથા માર્ગદર્શન શાળાના ઉ.મા. વિભાગના શિક્ષક અને એનએસએસ યુનિટના પ્રોગ્રામ ઓફીસર જગજીવનભાઇ એન.માથાસોળીયાએ કરેલ શિબિર યોજાઇ તે તસ્વીર.

(11:46 am IST)