Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

વાંકાનેરમાં પાંચ ચાઇનીઝ ફીરકી ફોરેસ્ટ ખાતા એ પકડી પાડી

વાંકાનેર તા. ૧૧ :.. મોરબી જીલ્લા કલેકટરશ્રી દ્વારા પણ અધિકારીઓ અને જુદા જુદા વિભાગોના કર્મચારીઓને પતંગ-દોરાનું વેચાણ કરતા વેપારીઓના સ્ટોલ ઉપર જઇ સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવાના અપાયેલા આદેશને પગલે વાંકાનેરમાં રેન્જ ફોરેસ્ટ ઓફીસર સેન્ચ્યુરી - રેન્જના સી. વી. સાણજા, વનીકરણ રેન્જના જે. એમ. ઝાલા, વિસ્તરણ સ્ટાફના જે. એમ. ડાંગર,  ડી. એમ. દાફડા, એચ. કે. જેહાણી, આર. જે. વાઘેલા, એમ. જે. મકવાણા, મામલતદાર કચેરીના નાયબ મામલતદાર અંકિતભાઇ કારાવાડીયા સહિતનો સ્ટાફ સવારથી શહેરનો પતંગ-દોરાના વેપારીઓને ત્યાં ચેકીંગ કામગીરી શરૂ કરી હતી અને પાંચ નંગ ચાઇનીઝ દોરાની ફીરકી પકડી પાડી હતી અને વેપારી સામે જરૂરી કાર્યવાહી હાથ ધરેલ.

ઉચ્ચ અધિકારીશ્રીઓના માર્ગદર્શન અને સુચના મુજબ આ ફીરકીઓને જાહેર ચોકમાં કેરોસીન છાંટી સળગાવી નાખી તેનો નાશ કર્યા હતો.

ફોરેસ્ટ અધિકારી સી. વી. સાણજાએ જણાવેલ કે સંક્રાંત સુધી આ ચેકીંગ કામગીરી ચાલુ જ રહેશે.

(11:42 am IST)