Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ભાવનગરના શિહોર ગામે આધેડ શખ્સની હત્યાના ગુનામાં પકડાયેલ ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી

ભાવનગર,તા.૧૧: ત્રણેક વર્ષ પુર્વે શિહોર નજીકના મહાદેવપરા, વાડો વિસ્તાર, સાગવાડી ખાતે, ફકત મઢમાં લાઇટ બંધ કરવા જેવી નજીવી બાબતે પાંચ જેટલા શખ્સોએ એક સંપ કરી એક આધેડ ઉપર જીવલેણ હુમલો કરી મોત નિપજવ્યુ હતુ. આ હત્યા કેસના મુખ્ય ત્રણ આરોપી સામે ભાવનગરના ડોસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ શુભદાબેન બક્ષીએ સરકારી વકિલ વિપુલ દેવમુરારીની દલિલો અને આધાર, પુરાવા, સાક્ષીઓ, ગ્રાહય રાખી અદાલતે હત્યાનો ગુનો સાબિત માની આજીવન કેદ તથા રોકડ દંડ કર્યો હતો.

આ કામના આરોપીઓ પૈકી નં. ૧ ભીખાભાઇ સવજીભાઇ મકવાણા તથા આરોપી નં. ૨ હિરાભાઇ સવજીભાઇ મકવાણા એ ગત તા. ૨૪/૪/૨૦૧૬ ના મોડો રાત્રીના ૧/ ૩૦ કલાક ના સુમારે ફરીયાદી ઓધાભાઇ ડાયાભાઇ મકવાણાના કુળના ચામુંડા માતાના મઢે જમણવારનું આયોજન કરેલ અને રાત્રે જમણવારનું કામ પુરૂ થઇ જતા તેઓ બધા તેઓના દ્યરે સુઇ ગયેલ ત્યારબાદ તા. ૨૫/૬/૨૦૧૬ નાં રોજ રાત્રીના ૧:૩૦ કલાકે તેમના કુટુંબી કાકા ભીખાભાઇ સવજીભાઇ મકવાણા તથા હિરાભાઇ સવજીભાઇ મકવાણા જેઓ બંન્ને આ કામના ફરીયાદી ઓધાભાઇના ઘરે આવી તેમને જગાડી કહેલ કે તુ માતાજીના મઢની લાઇટો કેમ દરરોજ બંધ કરી દે છો ? મઢ તારા બાપનું છે તેમ કહી ને જેમ ફાવે તેમ બોલી ગાળો દેવા લાગેલ આ વખતે ફરીયાદીના દિકરા કિશનભાઇ આવી જતા જેઓએ બંન્ને સમજાવી કાઢી મુકેલ ત્યારબાદ થોડોવાર પછી આરોપીઓ નં. (૧) ભીખાભાઇ સવજભાઇ મકવાણા નં. (૨) હિરાભાઇ સવજીભાઇ મકવાણા નં. (૩) ભરતભાઇ સવજીભાઇ મકવાણા નં. (૪) હરેશ ભીખાભાઇ મકવાણા નં. પ કિશોર ઉર્ફે કિશન સામંત મકવાણા (રહે, તમામ મહાદેવપરા, વાડી વિસ્તાર, સાગવાડી, તા.સિહોર, જી. ભાવનગર) વાળાઓએ એક સંપ કરી ફરીયાદીના ઘરે આવેલ આ વખતે ફરીયાદીનો દિકરો કિશાન તથા તેના નાનોભાઇ ઘનશ્યામ તથા ફરીયાદીના પત્નિ વસંતબેન તથા ઘનશ્યામભાઇના પત્નિ હંસાબેન પણ આવી જતા આ લડાઇ ઝઘડામાં ઘનશ્યામભાઇ વચ્ચે પડતા ઉકત આરોપીઓએ એક સંપ કરી દ્યનશ્યામભાઇને ધારીયાના ઘા ઝીંકી દેતા ગંભીર રીતે દ્યવાયેલા ઘનશ્યામભાઇને ભાવનગરની સરકારી સર.ટી.હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયેલ જયાં સારવાર દરમ્યાન ધનશ્યામભાઇ ડાયાભાઇનું મોત નિપજયુ હતુ. આ બનાવ અંગે દ્યનશ્યામભાઇ ના ભાઇ ઓધાભાઇ ડાયાભાઇ મકવાણાએ શિહોર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે જે તે સમયે આરોપીઓ નં. (૧) ભીખાભાઇ સવજીભાઇ મકવાણા નં. (૨) હિરાભાઇ સવજીભાઇ મકવાણા નં. (૩)ભરતભાઇ સવજીભાઇ મકવાણા નં. (૪)હરેશ ભીખાભાઇ મકવાણા નં. પ કિશોર ઉર્ફે કિશન સામંત મકવાણા (રહે. તમામ મહાદેવપરા, વાડી વિસ્તાર, સાગવાડી, તા.સિહોર, જ. ભાવનગર) આરોપીઓ સામે ઇંપીકો કલમ ૩૦૨, ૩૨૩, ૪૪૭, ૫૦૪, ૧૧૪, તથા જીપીએકટ ૧૩૫ મુજબનો ગુનો નોંધીયો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના ડોસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ વિપુલ દેવમુરારીની દલીલો, મૌખીક પુરાવા-૧૮, દસ્તાવેજી પુરાવા-૪૧ વિગેરે ધ્યાને લઇ મુખ્ય ત્રણ આરોપીઓ ભરતભાઇ સવજીભાઇ મકવાણા, હરેશ ભીખાભાઇ મકવાણા, કિશોર ઉર્ફે કિશન સામંતભાઇ મકવાણા સામે ઇપીકો કલમ ૩૦૨ સહિતનો ગુનો સાબિત માની ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા અદાલતે ફટકારી હતી. જયારે અન્ય બે આરોપી ભીખાભાઇ સવજીભાઇ મકવાણા અને હિરાભાઇ સવજીભાઇ મકવાણાની સામે ઇપીકો કલમ ૪૪૭, ૧૧૪ મુજબનો ગુનો અદાલતે સાબીત માની એક માસની કેદની સજા ફટકારી હતી.

(11:40 am IST)