Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

અલંગના દરિયામાં જહાજમાં ચોરી કરનારા પાંચ શખ્સોને બોટ સાથે પોલીસે ઝડપી લીધા

ભાવનગર તા ૧૧  : રેન્જ આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ, દ્વારા દરિયાઇ સુરક્ષાને ધ્યાનમાં રાખી દરીયાઇ વિસ્તારમાં પેટ્રોલીંગ સધન બનાવવા તેમજ અલંગના દરીયા વિસ્તારમાં જહાજમાં થતી ચોરીઓ અટકાવવા સારૂ સખત સુચના કરેલ, જે અન્વયે મહુવા નાયબ પોલીસ અધિક્ષક આર.એચ. જાડેજા ના માર્ગદર્શન હેઠળ અલંગ-મરીન પો.સ્ટે.ના પો. ઈન્સ. બી.પી. ચોૈધરી તથા પો.સબ ઇન્સ. એસ.ટી. મહેશ્વરી દ્વારા બે રીકવીજીટ બોટમાં દરીયામાં પેટ્રોલીંગ શરૂ કરવામાં આવેલ છે, આજે દરીયાઇ વિસ્તારમાં ડેડ વેસેલમાં બોટ દ્વારા અમુક ઇસમ ચોરીઓ કરતા હોવાનું જાણવા મળેલ.

અલંગ મરીન પો.સ્ટે.-એ ૧૧૧૯૮ ૦૦૩ ૨૦૦૦૦૯/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૮૦,૧૧૪ મુજબ ગુન્હો દાખલ થયેલ જેમાં આરોપી નં.(૧) અશોકભાઇ રઘાભાઇ બારૈયા, રશે. હાથબ, તા.જી.ભાવનગર તથા નં.(ર) અજય ઉર્ફે ડેડુ વિક્રમભાઇ  ચોૈહાણ, રહે. સરતાનપર, તા. તળાજાવાળાઓએ ડેડ વેસેલમાંથી ચોરી કરેલની ફરીયાદ થયેલ, જે અનુસંધાને ઉપરોકત આરોપીઓને એક બોટ સાથે પકડી ઉપરોકત ચોરી અંગે પુછપરછ કરતા તેઓની સાથે અન્ય આરોપીઓ નં.(૩) રવિનભાઇ વાઘાભાઇ દિહોરા, રહે. મીઠીવીરડી, તા. તળાજા તથા નં.(૪) વિપુલભાઇ મથુરભાઇ બારૈયા રહે. સરતાનપર, તા. તળાજા તથા નં.(૫) રામભાઇ રાઘવભાઇ સરવૈયા રહે. સરતાનપર, તા. તળાજાવાળાઓ હોય, જેઓને પણ પકડી અત્રેના પો.સ્ટે. લાવી સદર ગુન્હાના કામે પાંચેય આરોપીઓને અટક કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં હેડ કોન્સ. ડી.જે. માયડા પથા પો.કોન્સ. જગાભાઇ સોલંકી તથા પો.કોન્સ. અરવિંદભાઇ મકવાણા તથા પો. કોન્સ. પ્રવિણભાઇ જાની જોડાયેલ હતા

(11:39 am IST)