Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

દામનગરમાં સેવાસેતુ કાર્યક્રમમાં ૨૫ બહેનોને સ્થળ પર હુકમો અપાયા

દામનગર,તા.૧૧: દામનગર નગરપાલિકા ખાતે પાંચમાં તબક્કાનો સેવાસેતુ પ્રાંત અધિકારી જોશીની અધ્યક્ષતા માં યોજાયો હતો સેવાસેતુમાં ગુજરાત સરકારની સંવેદના એક સાથે ૨૫ થી વધુ વિધવા બહેનોને સહાય હુકમો ના પ્રમાણપત્ર વિતરણ કરાયા હતાઙ્ગ

નગરપાલિકા કચેરીમાં યોજાયેલ સેવાસેતુમાં રેવન્યુ પોલીસ સીટીસર્વે મહિલા અને બાળ કલ્યાણ આરોગ્ય શિક્ષણ સમાજ કલ્યાણ વન પર્યાવરણ પી.જી.વી.સી.એલ.જનસેવા અન્ન પુરવઠા માર્ગ પરિવહન સહિત ની કચેરી ઓ ના પ્રતિનિધિ કર્મચારી ઓ સરકાર શ્રી ની યોજના ઓ ના નિયત નમૂના ફોર્મ સાથે સરળીકરણ થી સ્થળ પર જ દરખાસ્ત માં જરૂરી અભિપ્રાય આપી સેવાસેતુ ને ખરા રૂપે સેવા બનાવતું તંત્ર લાઠી તાલુકા મામલતદાર શ્રી મણાત નાયબ મામલતદાર વી.જે.ડેર સિરસ્તેદાર વિરાણી ચીફ ઓફિસર બી.સી.ત્રિવેદી પી.જી.વી.સી.એલ. ડેપ્યુટી સરધારા પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા રણછોડભાઈ બોખા શહેર ભાજપ પ્રમુખ પ્રીતેશભાઈ નારોલાઙ્ગ મહિલા અને બાળ વિકાસ વિભાગ ના આઈ સી ડી એસ શ્રી કાશ્મીરાબેન ભટ્ટઙ્ગ સુપરવાઈઝર ફાલ્ગુનીબેન છત્રાલ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો લાઠી ટી.પી.ઓ.શ્રી દવે સી આર સી સલીમભાઈ લોહિયા દામનગર પોલીસ પરિવાર દામનગર સી.એ.સી.સ્ટાફ શિક્ષક શ્રી ઓ દામનગર એસ.બી.આઈ બેંક દેના બેંક સહિત સામાજિક અગ્રણી શ્રી ઓ ની વિશાળ હાજરીમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો.

આ કાર્યક્રમમાં રજુ થયેલ તમામ પ્રશ્નોનો ત્વરીત નિકાલ થયો હતો.

(11:37 am IST)