Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

વિરમગામમાં અવનવી પતંગો ઉડશે

મંદીના માહોલ વચ્ચે ખરીદી નીકળતા વેપારીઓમાં આનંદ

વઢવાણ,તા.૧૧: વિરમગામ શહેર સહિત પંથકમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ રસિયાઓ દ્વારા આકાશી યુદ્ઘ ખેલવામાં આવે છે પતંગ રસિયાઓ પોતાની મનગમતી પતંગ અને દોરી લેવા માટે શુક્રવારના રોજથી જ ખરીદી કરતા પતંગના વેપારીઓમાં આનંદ છવાયો હતો.

આ વર્ષ માર્કેટમાં મંદીના માહોલ વચ્ચે માર્કેટ નો સર્વે કરતા વેપારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે મંદીનો માહોલ છે છતાં આજરોજ શુક્રવારથી ખરીદી સારી નીકળેલ છે જે આગામી ત્રણ દિવસ દરમિયાન સારી ખરીદી રહેશે અવનવી પતંગો માર્કેટમાં આવેલ છે જેમાં તુકલ, અડધીયા સહિત વિવિધ પ્રિન્ટેડ જેવી કે મોદી હે તો મુમકિન હૈ,બેટી બચાવો બેટી પઢાઓ,પબજી,ડોરેમોન સહિત ની પતંગો માર્કેટમાં આવેલ છે

આ વર્ષ પતંગ દોરી ના ભાવ માં કોઇ વધારો આવેલ નથી જયારે માર્કેટમાં વિવિધ પ્રકારના પૌષ્ટિક ચીકી જેવીકે તલની ચીકી,સીંગ ની ચીકી, માવા ની ચીકી,તલના લાડુ,મમરા ના લાડુ,કચરિયું સહિતની વસ્તુઓનું વેચાણ આ દિવસોમાં વધ્યું છે ભાવ સરેરાશ ભાવ ૧૬૦ થી ૨૦૦ રૂપિયે કચરિયું વેચાઈ રહેલ છે જયારે ઉત્તરાયણ પર્વને લઇને પતંગ રસિયાઓ દ્વારા વિવિધ ચશ્મા ગોગલ્સ ની ખરીદી થઇ પણ રહી છે.

(11:36 am IST)