Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

મોરબીમાં ચાઈનીઝ દોરા અને તુકકલ પર તંત્રની તબાહી, ચેકીંગ કરી પ્રતિબંધિત જથ્થાનો નાશ

મોરબી,તા.૧૧: ઉત્તરાયણ પર્વમાં ચાઈનીઝ દોરીથી તેમજ તુકકલ થી અકસ્માતો સર્જાતા હોય છે જેથી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી ચાઈનીઝ દોરી અને તુકકલ ના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો હોય છતાં વેપારીઓ વેચાણ કરતા હોય છે ત્યારે  મામલતદાર ટિમ દવારા ચેકીંગ કરીને જથ્થાનો નાશ કરાયો હતો.

તંત્રનાં જાહેરનામા મુજબ ચાઈનીઝ દોરા અને તુકકલ વેચવા પર પ્રતિબંધ ફરમાવેલ છેજેને અનુસંધાને મોરબી સીટી મામલતદાર રૂપાંપરાં ની આગેવાનીમાં નગર પાલિકા, ફોરેસ્ટ અને પોલીસ તંત્રના સંયુકત કામગીરી રૂપે મોરબી શહેરમાં પતંગ વેચતા વેપારીઓમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલ હતું. મોરબી સનાળા રોડ પર રહેલ પતંગના સ્ટોલ ઉપર કરેલ કાર્યવાહી માં ૫૦ જેટલા તુકલ અને ૧૦ જેટલી ચાઈનીઝ દોરી વાળી ફીરકી અમુક સ્થળે પકડાયા હતા જેનો મામલતદાર સ્થળ ઉપર જ સળગાવીને નાશ કર્યો હતો અને હજુ પણ આગામી દિવસોમાં આ જ પ્રકારે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું મામલતદાર દ્વારા જણાવેલ હતું અને તમામ વેપારીઓને ચાઈનીઝ આઈટમોનુ વેચાણ નહીં કરવાની અપીલ કરવામાં આવેલ હતી.

(11:36 am IST)