Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

પ્રભાસપાટણ વોર્ડ નં.-ર માં ડામરને બદલે સીમેન્ટ રોડ બનાવવા માંગણી

પ્રભાસપાટણ તા ૧૧  :  પ્રભાસપાટણ વોર્ડ નં.-ર માં શાંતિનગર વિસ્તારના ડામરના રોડની કામગીરી શરૂ કરવામાં આવેલ છે.

પરંતુ આ રોડ ઉપર પાણી ભરાય છે, જેથી ડામર રોડ લાંબો ટકી શકે નહીં અને આ રોડ સિમેન્ટનો બનાવવા માટે આ શાંતિનગર સોસાયટીના લોકો ચીફ ઓફીસરને રજુઆત પણ  કરવામાં આવેલ હતી, છતાં પણ ડામરનો રોડ બનાવવાની કામગીરી શરૂ કરેલ અને તે પણ નબળી કામગીરી થઇરહી છે.

ગઇ કાલે સોસાયટીના લોકોએ સાથે મળી અને આ રોડની કામગીરી બંધ કરાવેલ છે અને ભવિષ્યમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાનો નિર્ણય લેવાયો છે.

(11:35 am IST)