Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ઉનાના મોતીસર ગામે જમીનના કોૈટુંબીક ઝઘડાના કારણે બે ભત્રીજાની ઘાતકી હત્યાના ગુનામાં પકડાયેલ પાંચ કોૈટુંબીક કાકાઓને આજીવન કેદ

સામા પક્ષે ખુની હુમલાની ફરીયાદમાં ઉના કોર્ટે ૬ શખ્સોને બે વર્ષની સજા ફટકારી

ઉના તા ૧૧  : ઉના તાલુકાના મોતીસર ગામે ૭ વર્ષ ૬ મહિના પહેલા પિતરાઇ વારસાઇ જમીનના મનદુખના ઝઘડામાં ર યુવાન ભત્રીજાના ખુનના ગુનામાં પાંચ કોૈટુંબીક કાકાઓને આજીવન સખત કેદ તથા રૂા ૧૫ હજાર ૫૦૦ નો દંડની સજા ઉનાના એડી. સેશન્સ કોર્ટના જજ શ્રી ત્રિવેદીએ ફટકારી છે.

જાણવા મળતી વિગત મુજબ ઉના તાલુકાના મોતીસર ગામે દામજીભાઇ ઘુસાભાઇ કાથરોટીયા, રે. મોતીસર વાળાના મા-બાપનીજીવાયની ૧૫ વિઘા જમીન જીવાયની હોય તેના સગાભાઇ સાથે મનદુખ થતા, વાંધો ચાલતો હતો. ગત તા.૧૪/૬/૨૦૧૨ ના રોજ દામજીભાઇ ઘુસાભાઇ વાડીએ હતા અને તેમના દિકરા વનરાજ દામજી, ગોૈતમ દામજી કામ કરતા હતા ત્યારે તેમના ભાઇ બાબુ ઘુસા કાથરોટીયા, તેમના દિકરા રતીલાલા બાબુ, પ્રફુલભાઇ બાબુ, શાંતીલાલ બાબુ, ગોૈતમ ઘનશ્યામ રે. મોતીસરવાળા ગુરકાયદેસર મંડળી રચી, કુહાડા તથા જીવલેણ હથીયારો ધારણ કરી વાડીમાં ઘુસી જઇ શૈલેષ દામજી, વનરાજ દામજી, ગોૈતમ દામજીને આડેધડ માર મારવા લાગેલ, ત્યારે તેમને બચાવવા વચ્ચે પડેલ દામજીભાઇ વચ્ચે પડતા તેમને પણ ઇજા થઇ હતી.

અરોપીઓ હુમલો કરી નાસી ગયા હતા અને ઇજા પામનાર તમામને ઉના દવાખાને સારવાર માટે ખસેડેલ હોય, જેમાં વનરાજ દામજીભાઇ કાથરોટીયાને જુનાગઢ  સારવારમાં લઇ જતા હતા ત્યારે રસ્તામાં મૃત્યુ પામેલ હતા. આ અંગે પોલીસમાં દામજીભાઇ ઘુસાભાઇ કાથરોટીયાએ પાંચ આરોપી સામે ગુનો નોંધાવતા પોલીસે ડબલ મર્ડર તથા ખુની હુમલાનો ગુનો દાખલ કરી પાંચે આરોપીઓની ધરપકડ કરી હતી. ઉનાની કોર્ટમાં પોલીસે ચાર્જશીઠ રજુ કરેલ હતું.

આ બનાવનો કેસ ઉનાના એડિશ્નલ સેશન્સ કોર્ટમાં ચાલતાં ફરીયાદી પક્ષે સરકારી વકીલ મોહનભાઇ ગોહેલે સાહેદો, પંચો, ડોકટર, પોલીસ અધિકારીની જુબાની, એ.એસ.એલ રીપોર્ટ, હથીયાર ઉપર આરોપીઓના નિશાનો મૃતકના લોહીના ડાઘા, વિગેરે પુરાવા રજુ કરી, હાઇકોર્ટના ચુકદાઓ ટાંકી આરોપીઓને ડબલ મર્ડરમાં આકરામાં આકરી સજા કરવા સરકારી વકીલ હોમહનભાઇ ગોહેલે દલીલ કરી હતી.

કોર્ટે તમામ પુરાવાઓ, ફરીયાદી, સાહેદ, પંચની જુબાની ગ્રાહય ગણી ગુનો સાબીત થતો હોય, ઉનાના એડિશ્નલ સેશન્સ કોર્ટના જજશ્રી ડી.એસ. ત્રિવેદીએ પાંચેય આરોપીઓને આજીવન સખત કેદની સજા તથા આઇ.પી.સી. કલમ ૩૦૭ ગુનામાં પ વરસની સખત કેો, રૂા૧૫,૦૦૦/ દંડની સજા કરી અતી. આ કેસ ચાલ્યો તે દરમ્યાન પાંચ આરોપી પૈકી ૪ આરોપી જેલમાં હતા, જામીન મળેલ નહીં એક આરોપી કેન્સરની બિમારી હોય તેથી જામીન મળ્યા હતા અને આજે આજીવન કેદની સજા થતા આરોપીને જેલ હવાલે કરવા હુકમ કરેલ છે.

આ કેસમાં સામાપક્ષે બાબુભાઇ ઘુસાભાઇ કાથરોટીયા, રે. મોતીસર વાળાએ પણ મારા મારી હુમલાના બનાવની ફરીયાદ નોંધાવી હતી જેનાં આરોપી દામજીભાઇ ઘુસાભાઇ, ભલુભાઇ મનજીભાઇ, ભુપતભાઇ મનજીભાઇ, રમેશ મનજીભાઇ, અશ્વીનભાઇ મનજીભાઇ, પ્રવીણભાઇ મનજીભાઇ, રે. મોતીસર વાળાને પણ મારા મારી હુમલાની આઇ.પી.સી. ૩૨૪ ના ગુનામાં એડિશ્નલ સેશન્સ કોર્ટે ૬ આરોપીઓને ર-વરસની સખત કેદની સજા તથા તમામને રૂા૧૦૦૦ (એક હજાર) દંડ ફટકાર્યો હતો.

(11:33 am IST)