Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ગોંડલના દેરડી કુંભાજીમાં વિશિષ્ટ વ્યકિતઓનું સન્માન

મોવીયાઃ દેરડી કુંભાજી ખાતે આવેલ ખુશ્બુ આઇસ્ક્રીમનો વાર્ષિકોત્સવ કાર્યક્રમ ઉમા પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. તેમાં ખુશ્બુ આઇસ્ક્રીમના હિંમતભાઇ પોકીયા તથા સુરેશભાઇ પોકીયા દ્વારા વિવિધ ક્ષેત્રમાં પ્રદાન કરનાર વ્યીકતઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોતાના કર્મચારી વેપારીઓ તેમજ વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ તથા શૈક્ષણીક ક્ષેત્રે, સામાજીક ક્ષેત્રે, માનવ સેવાના ક્ષેત્રે સેવા આપનાર વ્યકિત તેમજ સંસ્થાના સભ્યનું વિશિષ્ટ વ્યકિત સન્માનકરવામાં આવેલ હતું. સરળ સ્વભાવના પોકીયા બ્રધર્સ ગામની જરૂરીયાતમાં સેવા આપવા હંમેશા તૈયાર જ હોયછે અને ગામને તેનો લાભ પણ મળે છે. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમનો લાભ પણ ગ્રામજનોને મળેલ હતો. આ પ્રસંગે મુળ દેરડી કુંભાજીના હાલ રાજકોટ ખાતેના ઉદ્યોગપતિ શ્રી વસંતભાઇ ગાદેશ હાજર રહયા હતા અને હિંમતભાઇ પોકીયા તથા સુરેશભાઇ પોકીયાને બિરદાવ્યા હતા અને પોતાના ક્ષેત્રે ખુબ સફળ થાય તેવી લાગણી વ્યકત કરી હતી. આ તકે દેરડી કુંભાજીના સ્મશાનમાં અવિરત સેવા આપનાર કૈલાસ ધામ સમીતીના સભ્યશ્રી અશોકભાઇ બેરા તથા મનુબાપા ગોળનું વિશિષ્ટ વ્યકિત સન્માન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં સરપંચશ્રી શૈલેષભાઇ ખાતરા, સહકારી મંડળીના પ્રમુખ જગદીશભાઇ ગોળ, ગામના અગ્રણી વડીલ રી ભીખાભાઇ ગોળ, આ કાર્યક્રમના આયોજનમાં સહકાર આપનાર એન.વી.નરોડીયા, વિવિધ સંસ્થાના આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહયા હતા. પત્રકાર નરેશભાઇ શેખલીયા ખાસ રહયા હતા.  તસ્વીરમાં કૈલાસધામ સમીતીના શ્રી અશોકભાઇ બેરા તથા ખુશ્બુ આઇસ્ક્રીના કર્મચારીનું સન્માન થાય છે તે નજરે પડે છે.

(11:23 am IST)