Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

પવન પડી ગયો, ઠાર ઓછો થઇ ગયો, ઠંડી પણ ઘટી ગઇ

નલીયા-૮.૬, ડીસા-૮.૮, રાજકોટ-૧૪ ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ, તા. ૧૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને પવન પડી ગયો છે. ઠાર પણ ઓછો થઇ ગયો છે અને ઠંડી પણ ઘટી ગઇ છે.

સૌથી નીચુ તાપમાન કચ્છના નલીયામાં ૮.૬, ડીસા-૮.૮, રાજકોટ-૧૪ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

છેલ્લા બે-ત્રણ દિવસ કડકડતી ઠંડી બાદ આજે ઠંડીમાં રાહત મળતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

જામનગર

જામનગર : શહેરનું આજનું હવામાન ર૩.પ મહત્તમ ૧ર.પ લઘુત્તમ, ૭૧ ટકા વાતાવરણમાં ભોજનું પ્રમાણ, ૯.ર પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

ભાવનગર

ભાવનગર : ભાવનગર શહેરમાં સતત ફુંકાયેલા સુસવાટા મારતા ટાઢાબોળ પવનને કારણે ઠંડીનું સામ્રજય વહ્યું છે. શિતલહેરથી લોકોની મુશ્કેલ વધી છે. આજે શહેરનું લઘુતમ તાપમાન ૧૪.૧ ડીગ્રી અને મહત્તમ તાપમાન ર૩.૧ ડીગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૯ ટકા અને પવનની ઝડપ ૧૮ કી.મી. પ્રતિ કલાકની રહી હતી.

પોરબંદરમાં ઠંડો પવન

પોરબંદર : સુસવાટા મારતો ઠંડો પવન ફુંકાય રહેલ છે. ગુરૂતમ ઉષ્ણાતામાન ર૭.ર સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન ૧૬.ર સે.ગ્રે., ભેજ ૬૦ ટકા, પવનની ગતિ ૧૦ કીમી, હવાનું બાણ ૧૦રપ.૯ એચ.પી.એ., ફોદારા જળાશય સપાટી ૩૩.૧ ફુટ (૧ ઇંચનો ઘટાડો) તથા ખંભાળા જળાશય ર૩.ર ફુટ, સુર્યોદય ૭.ર૧ તથા સુર્યાસ્ત ૬.ર૬ મીનીટે.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

૧ર.૩ ડીગ્રી

ડીસા

૮.૮ ''

વડોદરા

૧ર.૪ ''

સુરત

૧૯.ર ''

રાજકોટ

૧૪.૦ ''

કેશોદ

૧૪.૬ ''

ભાવનગર

૧૬.૦ ''

પોરબંદર

૧૬.ર ''

દ્વારકા

૧૮.૮ ''

ઓખા

૧૮.ર ''

ભુજ

૧૧.૪ ''

નલીયા

૮.૬ ''

સુરેન્દ્રનગર

૧૩.૦ ''

ન્યુ કંડલા

૧૩.૬ ''

કંડલા એરપોર્ટ

૧૧.૭ ''

અમરેલી

૧ર.૬ ''

ગાંધીનગર

૧ર.ર ''

મહુવા

૧૬.૦ ''

દીવ

૧૭.પ ''

વલ્લભ વિદ્યાનગર

૧ર.૮ ''

જામનગર

 ૧ર.પ ''

(1:03 pm IST)